Western Railway: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે દોઢ મહિનો રેલ વ્યવહારને થશે અસર
રાજકોટ ડિવિઝનના લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ શરૂ, 01 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી ટ્રેન સેવાને અસર થશે. કેટલીક લોકલ ટ્રેન આંશિક રદ કરાઈ, એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ પણ રદ.

Western Railway: સૌરાષ્ટ્રમાંથી ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, જેના કારણે 01 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી રેલ વ્યવહારને આંશિક અસર થશે.
રેલવે તંત્રએ યાત્રીઓને વિનંતી કરી છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ડબલ ટ્રેકના કાર્યને કારણે નીચે મુજબની લોકલ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 59206/59205 પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ: આ ટ્રેન 01.12.2025થી લઈને 30.12.2025 સુધી પોરબંદર-ગોપજામ વચ્ચે ચાલશે. જ્યારે ગોપજામ-કાનાલુસ વચ્ચેનો તેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ રદ થવા
એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
- ટ્રેન નં. 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ: આ ટ્રેન 01.12.2025થી લઈને 15.01.2026 સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર ઊભી રહેશે નહીં.
ટ્રેન પર પથ્થરમારાના કેસનો ઉકેલ: એક સગીરની ઓળખ
બીજી તરફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ટ્રેનમાં થયેલા સ્ટોન પેલ્ટિંગ (પથ્થરમારા)ના એક કેસને સફળતાપૂર્વક ઉકેલ્યો છે.
- 24 નવેમ્બર, 2025ના રોજ રીબડા - ભક્તિનગર રેલ ખંડ વચ્ચે ચાલી રહેલી મુસાફર ટ્રેન સંખ્યા 19119 (ગાંધીનગર કેપિટલ - વેરાવળ એક્સપ્રેસ)ના ઓન-ડ્યુટી ટ્રેન મેનેજર પર અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી.
- આ ઘટનાના કારણે ટ્રેન રીબડા સ્ટેશન પર 6 મિનિટ અને ગોંડલ સ્ટેશન પર 7 મિનિટ જેટલી મોડી પડી હતી.
- RPF જૂનાગઢે આ મામલે કેસ નોંધી તપાસ કરતાં પથ્થર ફેંકનાર એક સગીર (નાબાલિક) ની ઓળખ કરી છે.












Click it and Unblock the Notifications
