For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં બે પાડોશી વચ્ચે થયેલી મારામારી ઘટના હત્યામાં પરિણમી

રાજકોટમાં મારામારી, લૂંટફાટ, હત્યા, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે ત્યારે શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં મારામારી, લૂંટફાટ, હત્યા, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે ત્યારે શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના નાણાવટી ચોકમાં બે દિવસ પહેલા બે પાડોશી વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન પાડોશીએ મહિલા પર છરી વડે હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

rajkot murder

મળતી માહિતી મુજબ શહેરના નાણાવટી ચોકમાં બે દિવસ અગાઉ બે પાડોશી વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ બોલાચાલી દરમિયાન પાડોશીએ મુમતાઝ બહેનને છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ મુમતાઝ બહેનને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે જેના કારણે આ સમગ્ર ઘટના હત્યામાં પરિણમી છે. યુનિવર્સિટી પોલિસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બે દિવસ પહેલા જ સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી જેમાં રાજકોટના નવાગામમાં 8 વર્ષની એક નાની બાળકી પર 17 વર્ષના કિશોરે બળાત્કાર કર્યો હતો. આ કિશોર તેના ગામમાં જ રહેતો હતો અને બાળકીને કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ તેણે તેના પર આ દુષ્કર્મ આચર્યુ. ઘટનાની જાણ થતાં જ પોલિસે આરોપીને પકડી લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

નિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટોનિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો

English summary
Rajkot: Fight between two neighbors resulted in murder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X