For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના એડવોકેટે મોદીને બનાવ્યા પોતાના વારસદાર

By Super
|
Google Oneindia Gujarati News

NARENDRA MODI
રાજકોટ, 17 જાન્યુઆરીઃ વિજયની હેટ્રિક નોંધાવનારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફેન ફોલોઅર્સથી કોઇ અજાણ નથી. વિકાસપુરુષ તરીકે ઉભરી રહેલા મોદીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યામાં વધુ એક વ્યક્તિનો વધારો થયો છે. રાજકોટમાં એક મહિલા વકીલે પોતાના બેન્ક એકાઉન્ટમાં મોદીને વારસદાર તરીકે નીમ્યા છે.

મિના રાવલ નામના આ મહિલા વકીલે પોતાના સેવિંગ્સ અને ફિક્સ ડિપોઝિટ્સ માટે મોદીને લીગલ નોમીની તરીકે ગણાવ્યા છે. તેથી જો, તેમનું અકસ્માતે મોત નીપજે તો, તેઓ ઇચ્છે છે કે તેમના 'ભાઇ' નરેન્દ્ર મોદી તેમની આ ડિપોઝિટ્સનો ઉપયોગ રાજ્યમાં પ્રવાસનના વિકાસ અને તેને પ્રોમોશન કરવામાં તથા રાજકોટ પોલીસના કલ્યાણ અર્થે ઉપયોગમાં લે. નોમીનેશન માટેના ડિક્લેરેશનમાં તેમણે મોદીને પોતાના ભાઇ ગણાવ્યા છે. માત્ર બેન્ક ડિપોઝિટ્સ જ નહીં પરંતુ તેમણે પોતાની પ્રોપર્ટીમાં પણ મોદીને નોમીની બનાવ્યા છે.

તેમણે એક અંગ્રેજી સમાચારપત્રને જણાવ્યું હતું કે, તેમના માટે મોદી પિતા અને ભાઇ તુલ્ય છે. મોદી માટે તેમને ઘણો આદર છે. તેઓ એક સાચા નેતા છે. મારા નિધન પછી મારા પૈસાનો તેઓ સદકાર્યમાં ઉપયોગ કરે તેમ હું ઇચ્છું છું. છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં લોની પ્રેક્ટિસ કરી રહેલા મિનાબેને કહ્યું કે, હું અપરણિત છું. મારા ફંડનો ઉપયોગ સમાજના સારા કામ માટે થાય તેમ હું ઇચ્છું છું. મે માત્ર મોદીને જોયા છે કે જે વિકાસ અંગે વિચારે છે તેથી મે તેમને નોમીની તરીકે નિમ્યા છે.

English summary
Mina Raval an advocate has nominated chief minister Narendra Modi as her legal nominee in her savings and fixed deposits she holds in a branch of a nationalised bank., રાજકોટમાં એક મહિલા વકિલે પોતાના બેન્ક એકાઉન્ટમાં મોદીને વારસદાર તરીકે નીમ્યા છે.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X