For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રાજકોટમાં એક EVM બદલી દેવાયું', કહી કોંગ્રેસી કાર્યકર્તાઓએ મતગણતરી અટકાવી

'રાજકોટમાં એક EVM બદલી દેવાયું', કહી કોંગ્રેસી કાર્યકર્તાઓએ મતગણતરી અટકાવી

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ લોકસભા ચૂંટમીની મતગણતરીની વચ્ચે રાજકોટમાં કાર્યકર્તાઓએ ઈવીએમ મશીન બદલાવી મુકાઈ હોવાની ફરિયાદ કરી છે. અહીં વોર્ડ નંબર 7 અને બૂથ નંબર 44ના ઈવીએમ ખરાબ હોવાના કારણે તેને રિપેરિંગ કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ, જ્યારે ઈવીએમ રિપેર થઈને પર આવ્યાં તો કોંગ્રેસે તેમાં છેડછાડ કરવામાં આવી હોવાનો સવાલ ઉઠાવ્યો. તેમણે તેના નંબર ચેક કર્યા અને પછી કહ્યું કે ઈવીએમ મશીન બદલી મુકવામાં આવી છે. જે બાદ હંગામો કરતા મતગણતરી અટકાવી દેવામાં આવી.

counting

કોંગ્રેસ નેતા અગ્રણી રણજીત મુંધવા અને ગોપાલ બોરાણાએ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. તેમણે ચૂંટણી પંચ ભાજપના ઈશારે નાચતું હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ શહેરમાં અન્ય ત્રણ જગ્યાએ પણ ઈવીએમ ખરાબ થયાં હોવાની વાત કહી છે જો કે જણાવવામાં આવી રહ્યું છે કે તમામ જગ્યાએ ઈવીએમની સમસ્યાઓ દૂર કરી લેવામાં આવી છે.

ગુજરાતની તમામ સીટ પર ભાજપના ઉમેદવાર આગળ

ગુરુવારે બપોરે 2.30 વાગ્યા સુધીમાં
ગાંધીનગરથી અમિત શાહ 493655
બનાસકાંઠાથી પરબત પટેલ 170000
મહેસાણાથી શારદાબેન પટેલ 42000
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 132000
અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી 225000
સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા 110000
કચ્છથી વિનોદ ચાવડા 173000
રાજકોટથી મોહન કુંડારિયા 337000
પોરબંદરથી પૂનમ માડમ 192000
જૂનાગઢથી રાજેશ ચૂડાસમા 110000
અમરેલીથી નારણ કાછડિયા 70000
ભાવનગરથી ભારતી શિયાળ 217000
આણંદથી મિતેશ પટેલ 189000
ખેડાથી દેવૂસિંહ ચૌહાણ 120000
પંચમહાલથી રતનસિંહ ચૌહાણ 97000
દાહોદતી જસવંત સિંહ ભાંભોર 61000
વડોદરાથી રંજનબેન ભટ્ટ 300000
છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા 322000
ભરૂચથી મનસુખ વસાવા 310000
બારડોલીથી પ્રભુભાઈ વસાવા 200000
સુરતથી દર્શના જરદોશી 373000
નવસારીથી સીઆર પાટીલ 313000
વલસાડથી કેસી પટેલ 228000
સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ 131000

આ પણ વાંચો- ગુજરાત: નકલી ખાતરની 843 ગુણોની સાથે 8 આરોપી પકડાયા

English summary
Rajkot Lok Sabha Election Result 2019: vote-counting stopped when congress objection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X