સ્ટોન કિલર ચોથી હત્યા કરવામાં સફળ, પણ પોલિસ પકડવામાં અસફળ!

રાજકોટમાં એક પછી એક ભેદી હત્યાઓ થઇ રહી છે. રાજકોટ વાસીઓ હવે એકાંત જગ્યાએ એકલા ચાલવામાં પણ ડરી રહ્યા છે. કોઇ આસપાસ અજાણ વ્યક્તિ પસાર થાય છે તો લોકોને મનમાં ડર લાગવા લાગે છે કે ક્યાંક તે સ્ટોન કિલર તો નથી? ક્યાંક તે આ સ્ટોન કિલરનો નવો ટાર્ગેટ તો નથી? પ્રશાસન જ્યાં લોકોને સર્તક રહેવાની અને ચિંતા ન કરવાની વાત કરી રહી છે ત્યાં હકીકત તો એ છે કે એક પછી એક ચોથી હત્યા થઇ છે.

અને આ તમામ હત્યામાં એક જ વાત કોમન છે તે છે પથ્થરથી તીવ્ર ધા તેમની હત્યાનું કારણ છે. ખાસ કરીને વૃદ્ઘ લોકો આ સાઇકો કિલરના ટાર્ગેટ બને છે. હવે આ વિકૃત મગજનો વ્યક્તિ કોણ છે અને કેમ તે એક પછી એક હત્યા કરી રહ્યો છે તે તો કોઇ નથી જાણતું પણ એક વાત બધાને ડરાવી રહી છે કે ક્યાંક ઘરની બહાર એકલા જવું કે નહીં. ત્યારે સ્ટોન ક્લિકની વિષે વધુ માહિતી વાંચો અહીં...

રાજકોટમાં વધુ એક હત્યા

રાજકોટમાં વધુ એક હત્યા

રાજકોટ તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં એક પ્રૌઢની પથ્થર મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પ્રૌઢની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મવડી વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. વળી હત્યાની સ્ટાઇલ પણ સ્ટોન ક્લિરની હત્યાની રીતથી મળતી આવે છે.

ત્રણ હત્યાઓ

ત્રણ હત્યાઓ

આ પહેલા પણ 2 જૂનના રોજ વલ્લભભાઇ નામના એક પ્રૌઢની આ જ રીતે પથ્થરના ધા મારી હત્યા કરવામાં આવી હતી. તે પહેલા પણ એક રીક્ષા ચાલક પ્રવિણભાઇની પણ હત્યા આ રીતે કરાઇ હતી. બન્ને હત્યા બાદ હત્યારાએ ફોન કરીને ઘરે ખૂન કર્યાને બાતમી પણ આપી હતી. જો કે તે પછીની ઘટનામાં આવા કોઇ ફોન નથી આવ્યા.

પોલિસ દ્વારા ઇનામની જાહેરાત

પોલિસ દ્વારા ઇનામની જાહેરાત

નોંધનીય છે કે એક પછી એક થતી હત્યાને કારણે પોલિસે સ્ટોન કિલરની બાતમી આપનારને બે લાખ રૂપિયાની આપવાની જાહેરાત પણ કરી છે. અને પેટ્રોલિંગ પણ વધાર્યું છે. પણ પોલિસની તમામ મહેનત હાલ તો પાણીમાં જ જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

સ્ટોન કિલર

સ્ટોન કિલર

ત્યારે સ્ટોન કિલરના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અને લોકો હવે એકલા ચાલતા પણ ડરે છે. વચમાં પણ કેટલાક લોકોએ સ્ટોન ક્લિર સમજીને એક વ્યક્તિની પીટાઇ કરી હતી. જો કે આ તમામ વાતને બાદ કરવા છતાં આ હત્યારો હજી પોલિસનાં સંકજાની બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X