રાજકોટની જાન પહોંચી કમિશ્નર કચેરી, કારણ છે રાજકીય
રાજકોટમાં જાનૈયાની સાથે જાન પહોંચી કમિશ્નર ઓફિસ, કારણ બન્યા ભાજપના ધારાસભ્ય. જો કે હવે આ ઘટનામાં અરવિંદ રૈયાણીનું નિવેદન પણ આવ્યું છે. જાણો આ સમાચારની વધુ વિગતો અહીં.
સીએમ વિજય રૂપાણીના ગામમાં હાલ કંઇક એવું બન્યું છે જે ટોક ઓફ ધ ટાઉન થઇ ગયું છે. ગુજરાતના જ વિધાયકની ફરિયાદ લઇને લગ્ન માટે નીકળેલી સમગ્ર જાન નગર નિગમની ઓફિસે પહોંચી હતી. જેમાં વરરાજાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે મારા લગ્નના દિવસે પણ વિધાયક દ્વારા મને ધમકી ભર્યા ફોન આવે છે કે પૈસા આપી દો નહીં તો તમારા ઘરનો એક ભાગ પાડી દઇશું. ચોંકવનારી વાત એ છે કે આ સમગ્ર વાત પાછળ ગુજરાત રાજકોટ પૂર્વના વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહાર આવ્યું છે. સોમવારે બનેલી આ ઘટનામાં જ્યારે જાન સાથે ફરિયાદ નોંધવવા પહોંચ્યું ત્યારે બહાર આવી. જો કે આ પછી પોલીસ પ્રોટેક્શમાં યુવકના લગ્ન કરાવવામાં આવ્યા. આ વાત છે રાજકોટમાં સોમનાથ સોસાયટીમાં રહેતા મુકેશ કાકડિયાના પરિવારની. સોમનાથ સોસાયટીમાં અનેક ગેરકાનૂની ઘર આવેલા છે.

ત્યારે ફરિયાદી મુકેશભાઇ કાકડિયાનું કહેવું છે કે ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેમના સાગરિતો દ્વારા તેમને 10 લાખ રૂપિયા આપવાની માંગણી કરવામાં આવી રહી છે. અને પૈસા ના આપતા લગ્ન બગાડવાની અને મકાન પાડી દેવાની ધમકી અપાય છે. આ મામલે તેમના પરિવારે કમિશનર કચેરી પહોંચી તેમની સામે લેખિતમાં રજૂઆત કરી રક્ષણ આપવા માંગ કરી હતી. જો કે તે પછી પોલીસ બંદોવસ્ત સાથે તેમના લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ અરવિંદ રૈયાણીનું નામ બહાર આવતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. અને તેમની વિરુદ્ધ ષડયંત્રના ભાગ રૂપે આમ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે તમામ આરોપોમાંથી નિર્દોષ હોવાની વાત પણ ઉચ્ચારી હતી. જો કે જે પણ હોય હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
