કોણ છે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની બહેન? તસવીરોમાં જુઓ
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારતભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલના હસ્તે રાખડી બાંધીને રક્ષાબંધનનો આ પવિત્ર ઉત્સવ અનોખી રીતે ઉજવ્યો હતો.

આમ પણ આનંદીબેન "બેન"ના નામે ભાજપમાં ખાસ વર્ચસ્વ ધરાવે છે. અને વિજય રૂપાણી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી રૂપાણી અને આનંદીબેન વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ થતી આવી છે. પણ લાગે છે કે આ તમામ ચર્ચાઓ પર રૂપાણીએ રાખડી નામક પૂર્ણવિરામ મૂક્યું છે.

તો બીજી તરફ આજે અમે નરેન્દ્ર મોદીની ધર્મ બહેન કોણ છે તે વિષે પણ જણાવાના છીએ. ચોથા ધોરણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી આ યુવતીનું નામ છે રિપલ પ્રજાપતિ. જે મોદીને ત્યારથી રાખડી બાંધે છે જ્યારે મોદી ગુજરાતના સીએમ હતા. હાલ રિપલનું ઉંમર 21 વર્ષની છે.

ઇન્ડિયા ટૂડેની ખબર મુજબ રિપલે જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી ઓફિસ રાખડી બાંધી હતી ત્યારે તે મોદી માટે ભગવત ગીતા લઇને ગઇ હતી. અને મોદી પણ કહ્યું હતું કે ભાઇ તરીકે મારા લાયક કોઇ કામ હોય તો મને જરૂરથી યાદ કરજે. એટલું જ નહીં આટલા વર્ષોથી રિપલ મોદીને રાખડી મોકલી રહી છે ત્યારે મોદી પણ તેને પત્ર લખીને ધન્યવાદ દર વર્ષે કરે છે. ગત વર્ષે પણ રક્ષાબંધન પર પીએમઓ ઓફિસથી રિપલ માટે પત્ર આવ્યો હતો. એટલું જ નહીં મોદીના જન્મ દિવસ પર પણ રિપલ તેમને કાર્ડ મોકલે છે.












Click it and Unblock the Notifications
