For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્મનિષ્ઠ કાર્યકર્તાથી ધારાસભ્ય સુધીની રમેશભાઈની સફર, કર્યા અનેક પ્રજાલક્ષી કાર્યો

છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ માટે એક નાના સ્થાનિક કાર્યકર્તાથી માંડીને ધારાસભ્ય તરીકે સક્રિય કામગીરી કરનાર રમેશભાઈ ચાવડાની સફર.

By Desk
|
Google Oneindia Gujarati News

છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ માટે એક નાના સ્થાનિક કાર્યકર્તાથી માંડીને તાલુકાના સહમંત્રી, મંત્રી તેમજ કડી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સક્રિય કામગીરી કરનાર રમેશભાઈ ચાવડાએ વર્ષ 2012માં કડી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડીને જીત પણ નોંધાવી હતી. બીએ અને એલએલબીનુ શિક્ષણ મેળવનાર રમેશભાઈ ચાવડા તાલુકાના દરેક ગામડામાં એક-એક આગેવાનો અને મતદારો તેમજ શહેરના દરેક વોર્ડમાં આગેવાનો અને મતદારો સાથે સીધા સંપર્કમાં છે. રમેશભાઈ ચાવડાનુ સૌથી સબળુ પાસુ એ છે કે તેઓ ઈમાનદાર અને કોંગ્રેસના વફાદાર આગેવાન સાથે તાલુકામાં સૌથી લોકપ્રિય નેતા છે.

rameshbhai chavda

રમેશભાઈના સક્રિય રાજકારણમાં કામગીરીની વાત કરીએ તો તેઓ વર્ષ 1981થી કોંગ્રેસમાં જોડાયેલા છે. આ દરમિયાન 1995થી 2000 સુધી કડી નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વળી, વર્ષ 2000થી 2005 સુધી તેમણે કડી નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈને દંડક તરીકેની સક્રિય કામગીરી કરી છે. વર્ષ 2010થી 2015ના સમયગાળામાં કડી નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને વિરોધ પક્ષના નેતા તરીકે તેમજ 2015થી 2020 દરમિયાન તેમના પત્ની ભારતીબેન કડી નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2015થી 2025 સુધી તેમના પત્ની ભારતીબેન કડી નગરપાલિકામાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા અને હાલમાં વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી કરે છે.

તાલુકા પર વર્ચસ્વ હોવાના કારણે રમેશભાઈ ચાવડા વર્ષ 1985થી 2022ના સમય દરમિયાન કડી વિધાનસભા સીટ બે વાર કોંગ્રેસ માટે જીતી હતી. 1996માં કડી તાલુકામાં કોંગ્રેસ સમિતિમાં સહમંત્રી તરીકે તેમજ 1997-98માં કડી તાલુકા કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે સક્રિય કામગીરી કરી. રાજીવ ગાંધી બ્રિગેડના કન્વીનર તરીકે, મહેસાણા કારોબારી સભ્ય તરીકે રમેશભાઈ ખૂબ જ નોંધનીય કામગીરી કરી. 2002માં મુખ્ય ચૂંટણી એજન્ટ બનીને ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક કામ કરીને બળદેવજી ઠાકોરને કડી વિધાનસભાની ચૂંટણીમાં જીત અપાવી. વળી, કડી શહેર પ્રમુખ તરીકે ખૂબ જ સારુ મતદાન કરાવીને જીવાભાઈ પટેલને લોકસભામાં જીત અપાવી.

શિક્ષણક્ષેત્રે રમેશભાઈ ચાવડાએ નોંધનીય કામગીરી કરી. જેમાં પછાત વર્ગ કેળવણી મંડળના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓને ફ્રીમાં હોસ્ટેલની સુવિધા પૂરી પાડવી, શૈક્ષણિક સેવાઓ આપવી સામેલ છે. સામાજિક ક્ષેત્રે પણ રમેશભાઈ પ્રશંસનીય કામગીરી કરીને આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. ગોધરાકાંડ વખતે મુસ્લિમ સમાજના ફસાયેલા લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડવાનુ કામ હોય કે જીવન જરુરિયાતની વસ્તુઓ મુસ્લિમ વિસ્તારોમાં પૂરી પાડવાની વાત હોય દરેક મોરચે તેમણે સક્રિય કામગીરી કરી. ભાજપે એવી પત્રિકાઓ છપાવવી પડી કે રમેશભાઈ હિંદુ છે કે મુસ્લિમ? અનુસૂચિત જાતિના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષ માટે 1981થી આજ દિવસ સુધી વફાદારી પૂર્વક સેવા કરનાર રમેશભાઈની નિષ્ઠા અને મહેનતનો વિકલ્પ ના મળી શકે.

ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને તેમના મતવિસ્તાર કડીમાં રમેશભાઈ ચાવડાએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યો છે અને પાર્ટીને નવી ઉંચાઈએ પહોંચાડી છે. જો કે મોવળી મંડળમાં બેઠેલા લોકો કર્મનિષ્ઠ ઉમેદવારોની પસંદગી ના કરી ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો કરવા આતુર હોય તેવા ઉમેદવારોને ટિકિટ વહેંચણી કરવામાં આવી રહી છે જે આપણે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જોયુ. પાર્ટીની આ નીતિ કર્મનિષ્ઠ અને પાર્ટી માટે ઈમાનદાર નેતાઓ માટે અન્યાય સમાન છે.

English summary
Rameshbhai Chavda's journey from a hard-working activist to a MLA, done many social works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X