For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરના નવા વિસ્તારોમાં પ્રથમ વખત ફરશે જગન્નાથની રથયાત્રા

ગાંધીનગરના નવા વિસ્તારોમાં પ્રથમ વખત ફરશે જગન્નાથની રથયાત્રા

By Desk
|
Google Oneindia Gujarati News

અષાઢી બીજના દિવસે આ વખતે સૌ પ્રથમવાર ગાંધીનગરના રાયસણ, રાંદેસણ, ભાઈજીપુરા તથા કુડાસણ સહિતના આ વિસ્તારના નવ વિકસિત સોસાયટી વિસ્તારને આવરી લેવાય તે રીતે જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે. રાયસણના પંચેશ્વર મંદિર દ્વારા આ ભવ્ય અને વિશાળ રથયાત્રાનું આયોજન કરાયુ છે જેમાં જોડાવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

rathyatra

રાયસણના પંચેશ્વર મંદિર દ્વારા આ ભવ્ય અને વિશાળ રથયાત્રાનું આયોજન કરાયું છે. આ વિસ્તારમાં સૌ પ્રથમવાર નીકળનારી ભગવાન જગન્નાથ જીની રથયાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા જી અને ભાઇ બલરામજી સાથે બગી ગાડીમાં આરુઢ થઇને અષાઢી બીજના દિવસે પંચદેવ મંદિરથી બપોરે ૩ વાગે નગર ચર્યાએ નીકળશે.રથયાત્રા માં પંચદેમ મંદિર , રાયસણ, રાંદેસણ, ભાઇજીપુરા અને આ વિસ્તારની જુદી જુદી સોસાયટીની ભજન મંડળીઓ, ઉંટલારી, ટ્રેક્ટર વગેરે જોડાશે. યુવાવર્ગ યોગ અને શારીરિક કસરતોનું નિદર્શન કરશે. આ રથયાત્રા નગરચર્યા કરી સાંજે ૭ વાગે પંચેશ્વર નિજ મંદિરે પરત ફરશે.

English summary
ગાંધીનગરના નવા વિસ્તારોમાં પ્રથમ વખત ફરશે જગન્નાથની રથયાત્રા
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X