ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ડેડિયાપાડામાં ભાજપના ઉમેદવાર માટે કર્યો રોડ શૉ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કે પહોંચ્યો છે,ત્યારે તમામ પક્ષ અને ઉમેદવારો મતદારોને આકર્ષવા નિતનવા ઉપાયો અજમાવ્યા છે.રાષ્ટ્રીય કક્ષાના રાજકીય નેતાઓએ હાજરી આપ્યા બાદ હવે નર્મદ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કે પહોંચ્યો છે,ત્યારે તમામ પક્ષ અને ઉમેદવારો મતદારોને આકર્ષવા નિતનવા ઉપાયો અજમાવ્યા છે.રાષ્ટ્રીય કક્ષાના રાજકીય નેતાઓએ હાજરી આપ્યા બાદ હવે નર્મદા જિલ્લામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આજે ડેડીયાપાડાના ભાજપ ઉમેદવાર હિતેશ વસાવાના સમર્થનમાં રોડ શો યોજી ભાજપ ઉમેદવાર ને જીતાડવા અપીલ કરી હતી.ડેડીયાપાડા apmc માર્કેટથી શરૂ થયેલ રોડ શો ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સુધી યોજાયો હતો. આ તબક્કે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને સ્ટાર પ્રચારક એવા સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. રોડ શો સમાપ્તિ સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરીને ભાજપ ઉમેદવાર ને જીતાડવા અપીલ કરી હતી.













Click it and Unblock the Notifications
