રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ‘કરણી સેના' એ સોંપી મહત્વની જવાબદારી

કરણી સંગઠન કરણી સેનાએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ગુજરાતના એકમની મહિલા શાખાના પ્રમુખ બનાવવાની ઘોષણા કરી છે.

સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત' ની રિલીઝ દરમિયાન હિંસ વિરોધ પ્રદર્શન કરીને સમાચારોમાં છવાયેલ કરણી સેના બાદ સમાચારોમાં આવેલા રાજપૂત સંગઠન કરણી સંગઠન કરણી સેનાએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ગુજરાતના એકમની મહિલા શાખાના પ્રમુખ બનાવવાની ઘોષણા કરી છે.

મહિલા શાખાના પ્રમુખ

મહિલા શાખાના પ્રમુખ

સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં આયોજિત એક ધાર્મિક સમારંભ દરમિયાન રીવાબાની હાજરીમાં આ ઘોષણા કરી. રીવાબા જાડેજાએ #MeToo અભિયાનનું સમર્થન કર્યુ છે. તેમનું કહેવુ છે કે હું આનુ સમર્થન કરુ છુ કારણકે દરેક મહિલાને અન્યાય સામે બોલવાનો અધિકાર છે.

2016 માં થયા હતા બંનેના લગ્ન

2016 માં થયા હતા બંનેના લગ્ન

રવિન્દ્ર જાડેજડા અને રીવાબા સોલંકીના લગ્ન 17 એપ્રિલ 2016 માં થયો હતો. લગ્નના રિવાજો ગુજરાતના રાજકોટમાં સીજન્સ હોટલમાં કરવામાં આવ્યા હતા. રીવા જીમનગરના એક સ્થાનિક કોન્ટ્રાક્ટરની પુત્રી છે. રીવાનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ સ્થિત સરિતા વિહાર સોસાયટીમાં રહે છે. રીવા માતાપિતાની એકમાત્ર સંતાન છે. તેમની મા પ્રફૂલ્લાબા રાજકોટ રેલવેમાં કામ કરે છે.

સિવિલ સર્વિસમાં જવા ઈચ્છતી હતી રીવાબા

સિવિલ સર્વિસમાં જવા ઈચ્છતી હતી રીવાબા

રીવાબા જાડેજાએ દિલ્હીમાં મિકેનિકલ એન્જિનિયર્સનો અભ્યાસ કર્યો છે. રીવાબા સિવિલ સર્વિસમાં જવા ઈચ્છતી હતી. જો કે લગ્ન અને પછી બાળકીની જવાબદારીઓના કારણે તે યુપીએસસીની પરીક્ષા ન આપી શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X