For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કાયરતાપૂર્ણ, હજારો બૌદ્ધિસ્ટોનું અપમાન : મોદી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 જુલાઇ : બિહારના બોધગયામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ મંદિર મહાબોધિ મંદિરના પરિસરમાં આજે વહેલી સવારે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયાં હતા. મંદિરમાં બે-બે મીનિટના અંતરે સતત 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હોવાની પ્રાથમિક જાણકારી છે. આ વિસ્ફોટમાં 2 વિદેશી ભિક્ષુઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. માહિતી પ્રમાણે આ વિસ્ફોટ પ્રાચિન મહાબોધિ વૃક્ષની પાસે થયા છે, જે સવારે અંદાજે 5.25 વાગ્યે થયા હતા. આ વખતે વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળુઓ સહિત કેટલાંક બૌદ્ધ ગુરુઓ મેડિટેશન કરી રહ્યા હતા.

આ શ્રેણિબદ્ધ વિસ્ફોટના પગલે ભારતીય ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આ એક આતંકવાદી હુમલો છે, અને તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બચાવ કરતા જણાવ્યું કે અમને જાણકારી હતી એ પ્રમાણે અમે સુરક્ષા પ્રદાન કરી હતી. આ ઘટનાને પગલે તેમણે કેન્દ્રને સાથ આપવાની અપીલ કરી છે.

આ ઘટનાને પગલે રાજકીય નેતાઓએ ટિકા-ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કેન્દ્ર સરકાર અને ગૃમંત્રી બચાવના પક્ષમાં પોતાનું નિવેદન આપી રહ્યા છે..વાંચો કોણે શું કહ્યું...

નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

'બિહારના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટો કાયરતાપૂર્ણ છે અને આ કાયર હુમલો ભારતના લોકો અને સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમુદાયના લોકો માટે મોટી ઉદાસીનતા ભરી બાબત છે.'
- નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

સુશીલ મોદી, પૂર્વ ઉપમુખ્યમંત્રી બિહાર (ભાજપ)

સુશીલ મોદી, પૂર્વ ઉપમુખ્યમંત્રી બિહાર (ભાજપ)

સમાચાર હોવા છતાં તમે એક મંદિરની સુરક્ષા ના કરી શકો તો તે શરમ જનક છે, આ ઘટનાને પગલે અમે સરકારની સાથે છીએ પરંતુ સરકાર પાસે પહેલાથી આવી કોઇ ઘટના ઘટવા અંગેની ઇન્ટેલીન્સ એજન્સીઓએ માહિતી આપી હતી, છતાં રાજ્ય સરકાર આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહી તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જવાબદાર છે. આ ઘટનાના પગલે દેશના અને દુનિયાના હજારો બૌદ્ધિસ્ટોની લાગણીને ઠેસ પહોંચી છે. જોકે સરકાર આ ઘટનાને રોકી શકતી હતી.
- સુશીલ મોદી, પૂર્વ ઉપમુખ્યમંત્રી બિહાર (ભાજપ)

સુશીલ કુમાર શિંદે, ગૃહમંત્રી

સુશીલ કુમાર શિંદે, ગૃહમંત્રી

મંદીર પરિસરમાં 8 બ્લાસ્ટ થયા છે, અને 2 જીવતાં બોમ્બ મળી આવ્યા હતા જેને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા હતા. જે બે લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા તેઓ ખતરાથી બહાર છે. આવી ઘટના અંગે રાજ્ય સરકારને પહેલા જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ એલર્ટ કઇ એવી રીતે નથી આપવામાં આવતું કે આવતીકાલે હુમલો થશે કે આજે. આ હુમલા પાછળ કોણ છે એ અંગે હજી મારી પાસે વધું માહિતી નથી, વધુ માહિતી મળતા આપને જણાવવામાં આવશે.
- ગૃહમંત્રી, સુશીલ કુમાર શિંદે

રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી

રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી

ભારતની આંતરિક અને બાહ્ય એટલે કે સરદી સુરક્ષા પણ કથડતી જઇ રહી છે. એક્સ્ટર્નલ અને ઇન્ટર્નલ સિક્યુરીટીના પગલે કેન્દ્ર સરકારે કોઇ એક્શન પ્લાન બનાવ્યો નથી.
રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી

મુક્તાર અબ્બાસ નકવી, ભાજપ

મુક્તાર અબ્બાસ નકવી, ભાજપ

જર્મન બેકરી બ્લાસ્ટના આરોપીઓએ એવી જાણકારી આપી હતી કે તેમણે બોધગયાના મહાબોધિ મંદિરની પણ રેકી કરી હતી, છતાં આ મુદ્દાને ગંભીરતાથી ના લેવાયો એ ચિંતાજનક બાબત છે.

મનમોહન સિંહ, વડાપ્રધાન

મનમોહન સિંહ, વડાપ્રધાન

'અમારી મિશ્રિત સંસ્કૃતિ અને પરંપરા આપણને બધા જ ધર્મોનું સન્માન કરવાનું શીખવે છે અને ધાર્મિક સ્થળો પર આવા હુમલાઓને ક્યારેય સાખી લેવામાં આવશે નહી. '
- મનમોહન સિંહ, વડાપ્રધાન

નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

નીતિશ કુમારે મંદિરમાં જ્યાં બ્લાસ્ટ થયા ત્યાં અને મંદિર પ્રશાસકોની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે 'આ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.' આ ઉપરાંત નીતિશ કુમારે જણાવ્યું કે 'આ આતંકવાદી હુમલાની તપાસ સીઆઇએસએફને સોંપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે, તેમજ એનઆઇએની ટીમ વધુ તપાસ માટે અત્રે આવી રહી છે'

'બિહારના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટો કાયરતાપૂર્ણ છે અને આ કાયર હુમલો ભારતના લોકો અને સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમુદાયના લોકો માટે મોટી ઉદાસીનતા ભરી બાબત છે.'
- નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

'સમાચાર હોવા છતાં તમે એક મંદિરની સુરક્ષા ના કરી શકો તો તે શરમ જનક છે, આ ઘટનાને પગલે અમે સરકારની સાથે છીએ પરંતુ સરકાર પાસે પહેલાથી આવી કોઇ ઘટના ઘટવા અંગેની ઇન્ટેલીન્સ એજન્સીઓએ માહિતી આપી હતી, છતાં રાજ્ય સરકાર આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહી તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જવાબદાર છે. આ ઘટનાના પગલે દેશના અને દુનિયાના હજારો બૌદ્ધિસ્ટોની લાગણીને ઠેસ પહોંચી છે. જોકે સરકાર આ ઘટનાને રોકી શકતી હતી.'
- સુશીલ મોદી, પૂર્વ ઉપમુખ્યમંત્રી બિહાર (ભાજપ)

'મંદીર પરિસરમાં 8 બ્લાસ્ટ થયા છે, અને 2 જીવતાં બોમ્બ મળી આવ્યા હતા જેને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા હતા. જે બે લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા તેઓ ખતરાથી બહાર છે. આવી ઘટના અંગે રાજ્ય સરકારને પહેલા જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ એલર્ટ કઇ એવી રીતે નથી આપવામાં આવતું કે આવતીકાલે હુમલો થશે કે આજે. આ હુમલા પાછળ કોણ છે એ અંગે હજી મારી પાસે વધું માહિતી નથી, વધુ માહિતી મળતા આપને જણાવવામાં આવશે.'
- સુશીલ કુમાર, ગૃહમંત્રી

English summary
Who said what on Serial blast in Bihar. Narendra modi tweets 'Cowardly attack on Mahabodhi Temple is a matter of great sadness for the people of India & the Buddhist community around the world.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X