For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચુંટણી: પ્રથમ ચરણમાં રેકોર્ડબ્રેક મતદાન, અંતિમ 'જંગ' 17મીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે. પ્રથમ ચરણમાં 87 સીટો પર રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે 5 વાહ્યા સુધી 68 ટકા મતદાન થયું છે. જ્યારે વર્ષ 2007માં પ્રથમ ચરણમાં 54 ટકા મતદાન થયું હતું.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લગભગ એક કરોડ 81 લાખ મતદારોએ 846 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કર્યો છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લ્લાની 48, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાની 35 સીટો અને અમદાવાદ જિલ્લાની ચાર સીટો પર મતદાન પુર્ણ થયું છે. જો કે બધાની નજર સૌરાષ્ટ્ર પર ટકેલી છે જ્યાં મોદી અને કેશુભાઇની અગ્નિપરિક્ષા છે.

સવારે 9 વાગ્યા સુધી 6 ટકા, 11 વાગે 18 ટકા, 1 વાગે 38 ટકા, બપોરે 3 વાગ્યા સુધી લગભગ 53 ટકા, 4.30 વાગ્યા સુધી 64 ટકા જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી 68 ટકા મતદાન થયું હતું. જો કે શરૂઆત મતદાનની ઝડપ સુસ્ત રહી હતી પરંતુ જેમ જેમ સુરજ ઢળતો ગયો તેમ-તેમ મતદાનોની સંખ્યામાં વધારો નોંધાતો ગયો. જામનગર, રાજકોટ, ભરૂચ, સાણંદના તમામ વિસ્તારમાં બપોર સુધી મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.

voter

યુવાનો, બુજુર્ગો, સ્ત્રીઓ બધાએ પોતાની જવાબદારીને સમજીને મતદાન કર્યું હતું. સાણંદ અને રાજકોટમાં પોલીંગ બુથની બહાર સ્ત્રીઓનો મિજાજ બતાવી રહ્યો હતો કે મતદાનના અધિકારને લઇને તે જાગૃત બની ગઇ છે. ભરૂચમાં 85 વર્ષીય એક ડોશીમાએ હોશપૂર્વક મતદાન કર્યુ હતું.

મુસ્લિમ વિસ્તાર ભરૂચમાં લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. જો કે નરેન્દ્ર મોદીના સમર્થન પર પ્રશ્નો ઉભા થયો તો લોકોનો સીધો જ જવાબ હતો કે નરેન્દ્ર મોદીના રાજમાં વિકાસ પર મોહર તો છે પરંતુ મત ભાજપને મળશે તેની ગેરંટી પર મૌન જોવા મળી રહ્યું હતું.

જનતાએ ઉમેદવારોના ભાવિને ઇવીએમ મશીનમાં કેદ કરી દિધું છે. પરિણામો શું આવશે તે કોઇને ખબર નથી, પરંતુ હંમેશાની જેમ સત્તાધારી પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. પરંતુ દાવાઓમાં કેટલો દમ છે તે નિર્ણય 20 ડિસેમ્બરે થશે. જો કે રાજકીય પંડીતો પ્રથમ ચરણના આંકડાઓનું ગણિત માંડવામાં લાગી ગયા છે. બધાની નજર સૌરાષ્ટ્ર પર ટકેલી છે. ગુજરાતમાં જુની કહેવત છે કે ગાંધીનગરનો રસ્તો સૌરાષ્ટ્ર થઇને જાય છે. સવાલ એ છે કે સૌરાષ્ટ્રની 48 સીટો કેશુભાઇ ફેક્ટરની અસર વર્તાઇ છે કે કેમ?

English summary
A record 68% voter turnout was registered in the first phase of the Gujarat assembly elections on Thursday in the biggest electoral test for BJP stalwart and Narendra Modi who is seeking a third straight term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X