લેટ ફી સાથે 31 જાન્યુઆરી સુધી કરી શકશે ગુજરાત CET માટે રજિસ્ટ્રેશન
Gujarat CET : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે, લેટ ફીની ચુકવણી સાથે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET) માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે.
વિદ્યાર્થીઓએ રૂપિયા 350 ની નોંધણી ફી ઉપરાંત વધારાની લેટ ફીના 1,000 રૂપિયા ચૂકવવાના રહેશે. આ અગાઉ બોર્ડે અંતિમ તારીખ 22 જાન્યુઆરી સુધી લંબાવી હતી, જે સોમવારે સમાપ્ત થઈ હતી.

GUJCET પરીક્ષાનો ઉપયોગ શું છે?
GUJCET શું છે? ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET), એ ગુજરાતની વિવિધ કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતા BTech અને BPharma પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
