Special 26 : પાકિસ્તાનની જેલમાં કેદ છે 'રામ-રહિમ'

અમદાવાદ, 24 જાન્યુઆરી: 26 મી જાન્યુઆરી અને 15 ઓગષ્ટ જ્યારે નજીક આવે ત્યારે આપણામાં દેશભક્તિનો પવન ફૂંકાવા લાગે છે. સમાચારપત્રો સ્પેશિયલ પેજ તૈયાર કરે છે તો બીજી તરફ ન્યુઝ ચેનલો સ્પેશિયલ પ્રોગામો બનાવી રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઇ જાય છે. સફેદી કી ચમકાર જેવા સફેદ વસ્ત્રો ધારણ ખાદીધારી નેતાઓ પોતાના ભાષણમાં નેતાઓને વર્ષમાં એકવાર યાદ કરી ફરીથી ખોવાઇ જાય છે. ત્યારે દેશની સુરક્ષા માટે ભારતીય જવાનો દેશની સરહદ પર પહેરો આપી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક એવા અનામી દેશભક્તો છે જેમને પોતાની યુવાની દેશના નામ કરી દિધી છે. પાકિસ્તાનની જેલમાં એવા 51 યુવાનો છે જેમને જાસૂસીના આરોપોમાં બંધ છે જેમને છોડાવવા માટે તથા તેમના પરિવારને વળતર આપવાની માંગણી દેશભક્ત નાગરીક સંઘે કરી છે.

ગુજરાતના રાજકોટ શહેરમાં આવા દેશભક્તોને યાદ કરવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેશભક્ત નાગરિક સંધે વડાપ્રધાન મનમોહન સિંહ પાસે પાકિસ્તાનની જેલોમાં બંધ 51 યુવકોને છોડાવવાની માંગણી કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી તે છુટીને પરત નહી આવે ત્યાં સુધી તેમના પરિવારને વળતરના રૂપમાં દસ-દસ હજાર રૂપિયા આપવામાં આવે. દેશભક્ત નાગરિક સંધના મહામંત્રી એમ કે પોલે માહિતી અધિકાર હેઠળ ભારત સરકાર પાસે પાકિસ્તાનની જેલોમાં બંધ આવા 26 યુવકો વિશે જાણકારી માંગી હતી.

border

જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાની જેલોમાં જાસૂસીના આરોપમાં 51 યુવકો કેદ છે. એમ કે પોલે કહ્યું હતું કે પાકિસ્તાની જેલોમાં આ યુવકોની જિંદગી નર્કાગાર સમાન બની ગઇ છે, ત્યારે આવા સમયે સરકારે યોગ્ય પગલાં ભરી તેમને મુક્ત કરવાની વ્યવસ્થા કરવી જોઇએ. અમદાવાદના કુલદિપ કુમાર પણ પાકિસ્તાની કોટ લખપત જેલમાં જાસૂસીના આરોપમાં બંધ છે, તેમના પિતા નાનકચંદ યાદવ સેના તથા સરકારના આંટા ફેરા મારી-મારીને પોતાનો જીવ ગુમાવી દિધો, પરંતુ કુલદિપને આઝાદ કરાવવા માટે કોઇ આગળ આવ્યું નથી.

એમ કે પોલે જણાવ્યું હતું કે 51 માંથી 26 યુવકોની સજા પુરી થઇ ગઇ છે તેમછતાં પાકિસ્તાની જેલોમાંથી તેમની મુક્તિ થઇ રહી નથી, માટે સરકારે આ મુદ્દે કડક પગલાં ભરવાં જોઇએ. પાકિસ્તાની જેલમાં 35 વર્ષ ગુજારીને પરત ફરેલા કાશ્મીર સિંહે જ્યારે એમ કે પોલને મળવા આવ્યા હતા ત્યારે તેમને પણ યુવકોની દયનિય સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

ભારત સરકાર તરફથી એમ કે પોલને પાકિસ્તાન જેલમાં બંધ 51 યુવકોના જે આપવામાં આવ્યાં છે તેમાં 7 હિન્દુ તથા 18 મુસલમાન છે. પાકિસ્તાની જેલમાં જાસૂસીના આરોપોમાં બંધ યુવકોમાં રામ તિલક, રમેશ ચંદ્ર, રામ આકાશ, ઇશરા રામ, રામૂ રામ, બૂટા રામ, સીજૂરામ તથા મોહંમદ મોયુદ્દીન, રસીદ મસીહ, ઇલિયાસ અનીફ, નકીદ અલી, મોહંમદ સમીન, રમતે ગુલામ, મૌહંમદ અમીર, મોહંમદ ફરીદ, રિયાઝદીન સમની, મોહંમદ અહેમદ, મુનાજ, મોહંમદગીર, ઇમામદ્દીન, મોહંમદ અનવર, ઇસરિયા ઉમેગની, મોહમંદ અબ્દુલા, અબ્દુલ કરીમ, ઇબ્રાહીમ જેવા ઘણા નામો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X