For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના આપના ઉમેદવાર કંચન જરીવાલાને લઇને આપ આકરાપાણીએ

પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલને NCP માથી ટિકિટ નહી મળતા તેણે NCP માથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ હતી. ગુજરાત ચૂંટણીની જવાબદારી સંભાળતા રાઘવ ચડ્ઢાએ રેશ્મા પટેલને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. રેશ્મા પટ

|
Google Oneindia Gujarati News

પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલને NCP માથી ટિકિટ નહી મળતા તેણે NCP માથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ હતી. ગુજરાત ચૂંટણીની જવાબદારી સંભાળતા રાઘવ ચડ્ઢાએ રેશ્મા પટેલને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. રેશ્મા પટેલને NCP ની ટિકિટ પર ગોડલથી ચૂટણી લડવી હતી. પરંતુ પક્ષ દ્વારા ટિટિટ નહી પળતા તેણે આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

AAP

હવે રેશ્મા પટેલ વિરમગામથી હાર્દિક પટેલ સામે ઉમેદવાર નોધાવે તેવી શક્યા છે. અત્યાર સુધી પાટિદાર અામત આંદોલન દરમિયાન જેની માટે ઉપવાસ કર્યા હતા. તેની સામે જ ચૂટણી જંગ લડશે. વિરમગામની ચૂટણી બીજા તબક્કામાં યોજાશે. તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે આ જોતા એવુ કહી શકાય કે આ રાત સુધીમાં આપ દ્વારા ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

હાર્દિક પટેલ વિરમગામથી આવે છે પરંતુ તેનો ભાજપના આંતરીક વિરોધ જોવા મળે છે.વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ પણ જોવા મળે છે. ખુલીને સામે નથી આવતો પરંતુ અંડર કરંટ છે. બીજી તરફ વિરમગામ કોગ્રેસનો ગઢ છે. જો આપ ત્યાં મેદાનમાં ઉતરશે તો કોગ્રેસને નુક્સાન થશે અને તેનો સીધો ફાયદો ભાજપને થશે.

રાઘવ ચડ્ઢાએ સુરતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને લઇને જણાવ્યુ હતુ કે, ભાજપના કાર્યકર્તાઓ દ્વરા તેનુ અપહરણ કરવામા આવ્યુ છે. અને ફોર્મ ફરત ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ પણ સુરતની ઘટના પર ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, " ભાજપ 'આપ' ડરી ગઇ છે એટલે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. અમારા ઉમેદવાર કંચન જરીવાલા પાછળ ભાજપાવાળા પડી ગયા છે. ભાજપ દ્વારા તેમનુ અપહરણ કરવામાઁ આવ્યુ છે. તેમનો પરિવાર પણ ગાયબ છે.

English summary
Reshma Patel left NCP and joined AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X