જીલ્લા - તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો

ગાંધીનગર, 2 જુલાઇ : તાજેતરમાં ગુજરાતમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ચૂક્યા છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આગેવાની કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે.

જીલ્લા પંચાયતની ૩ સીટોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદરનો સમાવેશ થાય છે. જેમાં ૦૧ (પોરબંદર) ભાજપ અને ૦૨ (સાબરકાંઠા, મહેસાણા) કોંગ્રેસની હતી. પરંતુ મોદી મેઝિકે આ ત્રણેય બેઠકોમાંથી કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા અને ત્રણેય બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. પેટા ચૂંટણીમાં ત્રણેય સીટ પર ભાજપનો વિજય થયેલ છે.

narendra modi
આ ઉપરાંત તાલુકા પંચાયતની ૧૯ સીટોની પેટા ચૂંટણી હતી. જેમાં ૦૪ ભાજપ અને ૧૫ કોંગ્રેસની હતી. પેટા ચૂંટણીમાં ૧૨ સીટો પર ભાજપનો અને ૭ સીટ પર કોંગ્રેસનો વિજય થયેલ છે. એટલે કે ભાજપે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપે કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયતમાંથી પણ 8 બેઠકો છીનવી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં લોકસભાની 2 સીટો અને વિધાનસભાની 4 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાનો ડંકો વગાડ્યો હતો. બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો.

જિલ્લા પંચાયત (સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદર જિલ્લાનું પરિણામ)

જિલ્લા પંચાયતની સંખ્યા
બીજેપીએ કેટલી બેઠક જીતી
કોંગ્રેસે કેટલી બેઠક જીતી
બીજેપીની પહેલા કેટલી હતી બેઠક
કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક
3 3 0 1 2

તાલુકા પંચાયત (વલસાડ, સુરત, તાપી, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ યોજાઇ ચૂંટણી)

તાલુકા પંચાયતની સંખ્યા બીજેપીએ કેટલી બેઠક જીતી કોંગ્રેસે કેટલી બેઠક જીતી બીજેપીની પહેલા કેટલી હતી બેઠક કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક
19 12 7 4 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X