Right to education gujarat : આરટીઇ અંતર્ગત પ્રવેશ માટેની આવક મર્યાદામાં થઈ શકે છે વધારો

Right to education gujarat : ગુજરાતમાં ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનો લાભ મળે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ પ્રવેશ અપાય છે.

હાલના નિયમો મુજબ, જે પરિવારોની વાર્ષિક આવક 1.20 લાખ સુધીની હોય તે આરટીઇ પ્રવેશ માટે પાત્ર ગણાય છે. જો કે, મળતી માહિતી મુજબ હવે આ આવક મર્યાદાને વધારીને 6 લાખ કરવામાં આવી શકે છે.

Right to education gujarat

આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારો તેમના બાળકોને આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકશે. આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર મળી રહે તે માટે રાજ્ય સરકાર આવક મર્યાદા વધારી શકે છે.

જણાવી દઈએ કે, RTE હેઠળ 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત ખાનગી શાળાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. કલમ 6 મુજબ, બાળકોને નજીકની શાળામાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે.

RTE હેઠળ પ્રવેશ અને શાળાઓની જવાબદારી આ કાયદો સુનિશ્ચિત કરે છે કે નબળા વર્ગો અને વંચિત જૂથના બાળકો સાથે ભેદભાવ ન થાય. જો કોઈ બાળક 6 વર્ષની ઉંમરે શાળામાં પ્રવેશ ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર અનુસાર ક્લાસમાં પ્રવેશ મેળવી શકે છે.

આ આવક મર્યાદા વધારાથી રાજ્યના મોટા પ્રમાણમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું ખાનગી શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળશે અને તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X