રાજકોટ કોર્પોરેશનના 2200 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યાં

rmc-building
રાજકોટ, 9 ઑક્ટોબર : આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 2200 કર્મચારીઓ હડાલ પર ઉતરી ગયા છે. આ હડતાલ તેમના પગાર વધારાની માંગણીને લઇને નહીં, પણ રાજકોટ કોંગ્રેસના આગેવાનની ગેરવર્તણૂંક સામે વિરોધ દર્શાવવા માટે કરવામાં આવી છે. કર્મચારીઓએ માંગણી કરી છે કે ગેરવર્તણૂંક કરનારા કોંગ્રેસના આગેવાન સામે કડક પગલાં ભરવામાં આવે.

આ સમગ્ર મુદ્દો સોમવાર, 8 ઑક્ટોબર, 2012ના રોજ ઉભો થયો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ જસવંતસિંહ ભટ્ટીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અજય ભાદુ સામે ગેરવર્તણૂંક કરી હતી. ભટ્ટીએ કમિશનર સામે અપશબ્દો બોલ્યા હતા ઉપરાંત પોતાની સ્લીપર ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સોમવારે બપોરે આરએમસીમાં વિરોધ પક્ષના નેતા જસવંતસિંહ ભટ્ટી અને અતુલ રાજાણી સહિત કોંગ્રેસ કાર્યકરો સાથે કમિશનરની ચેમ્બરમાં વોર્ડ નંબર 13માં કેટલાક બિનસામાજિક તત્વોએ કરેલા દબાણની વાત કરવા ગયા હતા. રજૂઆતમાં મામલો બિચક્યો હતો અને ભટ્ટીએ કમિશનરને અપશબ્દો બોલ્યા અને સ્લીપર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

આ મુદ્દે આજે સવારે આરએમસીના કર્મચારીઓએ કમિશનરની મુલાકાત લીધી હતી અને તેમને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકરોએ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું છે. આવું વર્તન સહન કરી શકાય એવું નથી તેમ જણાવી તેઓ આજે હડતાલ પર ઉતર્યા હતા. બુધવારે આ મુદ્દે તેઓ રેલી પણ યોજવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X