બેનના નિર્ણયો પર સાહેબની કાતર; ટોલ ટેક્સ, બદલી હવે શું?

ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન તેમનો કાર્યભાર છોડતા પહેલા જે જે નિર્ણયો લીધા હતા તેને એક પછી એક નવા મુખ્યમંત્રી તેવા વિજય રૂપાણી પોતાની રીતે બદલી રહ્યા છે. અને કહેવાય છે ને કે આવું એક વાર કે બે વાર બન્ને તો ચલાવી પણ લેવાય પણ વારંવાર થાય તો શંકા થાય કે આવું કેમ?

હાલમાં જ વિજય રૂપાણીએ રાજ્યમાં કુલ 5 ACS અને 10 IAS અધિકારીની બદલી કરી છે. જેમાં વિપુલ મિત્રાને બંદરો વાહનવ્યવહારને બદલે પીએસ વાહનવ્યહાર તથા પ્રેમકુમાર તનેજાને ગૃહ વિભાગના એસીએસના સ્થાને ઉદ્યોગ અને ખાણ વિભાગના ACS તરીકે મૂકવામાં આવ્યા છે.

anandiben patel

નોંધનીય છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને તેમની નિવૃત્તી પહેલા 15 ઓગસ્ટ 2016ના રોજ ચાર પૈડાની ગાડીઓ તથા નાના વહાનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી. પણ વિજય રૂપાણી આ નિર્ણય પર પણ યુર્ટન લેતા કહ્યું હતું કે આટલી જલ્દી આ નિર્ણયને અમલમાં મૂકવો શક્ય નથી.

vijay rupani

એટલું જ નહીં સાતમા પગાર પંચને ગુજરાતમાં લાગુ પાડવા બાબતે રૂપાણીએ આવી જ વાત કરી હતી કે હાલ શક્ય નથી પણ જલ્દી અમે તેને અમલમાં મુકશું. ત્યારે વારંવાર બનતી આવી વાતો શું તે વાત પર ઇશારો કરે છે કે બેનના નિર્ણયો પર સાહેબ કાતર ચલાવે છે? કે પછી ખરેખરમાં નવી સરકાર સામે હાલ નવા પડકારો છે તે માટે આવું બધુ થઇ રહ્યું છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X