Coronavirus: ચીનમાં રહેતા ગુજરાતીઓને પાછા લાવવા સરકારે કવાયત હાથ ધરી

Coronavirus: ચીનમાં રહેતા ગુજરાતીઓને પાછા લાવવા સરકારે કવાયત હાથ ધરી

ચિનમાં કોરોનો વાઇરસે માંથુ ઉચક્યું છે ત્યારે ચિન સાથે સંકળાયેલા વિશ્વના કેટલાય લોકો આ વાયરસના ચપેટમાં આવ્યા છે અને મોતને ભેટ્યા છે. ત્યારે ચિનમાં રહેલા ભારતીઓ પણ કોરોના વાઇરસના ચપેટમાં હોવાની શંકાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે મંગળવાર અને બુધવારે ચિનમાંથી બે હવાઇ જહાજ ભારત આવવાના છે જેના મારફતે ચિનમાં રહેતા ગુજરાતના યુવક યુવતિઓને પાછા લાવવામાં આવશે.

કોરોના વાયરસના હુમલાના ડર વચ્ચે ગુજરાત સરકારે ચીનમાં રહેતા સો જેટલા યુવાનોનો સંપર્ક કર્યો છે. તેમાંથી કોઇ ભારત આવવા માંગતુ હોય તો તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ માટે તૈયારી દર્શાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશમંત્રી જયશંકર સાથે પણ આ મામલે ચર્ચા કરી હતી અને આ મામલે તેમણે પુરેપુરી મદદની ખાતરી આપી હતી.

કોરોના વાયરસ ફેલાયો

કોરોના વાયરસ ફેલાયો

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે બે જહાજ ચીનથી ભારત આવવાના છે. જેમાં ચીનમાં વસતા ગુજરાતી યુવાનો અને યુવાતિઓને ભારત લાવવામાં આવશે. ચીનમાં રહેતા લોકો કોરોના વાયરસના ભયથી ચીન છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાં સ્થાયી થયેલા સો જેટલા યુવાનો ભારત પાછા ફરવા માંગે છે ત્યારે તેમને લાવવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે હવાઇ જહાજ ચીનથી ભારત આવશે તેમાં પરત આવી રહેલા યુવાઓના મેડીકલ પરીક્ષણ માટેની વ્યવસ્થા અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ગોઠવવામાં આવશે.

મદદ કરશે રૂપાણી સરકાર

મદદ કરશે રૂપાણી સરકાર

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ સાથે ચર્ચા કર્યા બાદ યુવકોના પરિવારના સભ્યો પાસેથી માહિતી એકત્રીત કરવા નિર્દેશ પણ કર્યો છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી રાજ્યના વિવિધ શહેરોમાં સ્થાયી થયેલા આ યુવાનોના પરિવારજનોનો સંપર્ક કરશે અને તેમની માહિતી એકત્રીત કરી તેમની શક્ય તેટલી મદદ કરવામાં આવશે.

શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી

શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી

નોંધનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના ડરને પગલે ભારતમાં કોરોના વાયરસનો શિકાર એવા દર્દીની પૃષ્ઠી થઇ નથી. પરંતુ આને કારણે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. થોડા સમય પહેલા બિહારના છપરામાં એક યુવતી ચિનથી પરત આવી હતી.જોકે તેને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે અને એક ચીની મહિલાને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેરાલા અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાના ડરથી 100 થી વધુ લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનથી પરત આવેલા ત્રણ વ્યક્તિઓને હૈદરાબાદની હોસ્પિટલમાં પણ રાખવામાં આવ્યા છે. બેંગલુરુમાં બે વ્યક્તિઓને તબીબી દેખરેખ હેઠળ પણ રાખવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X