સાબરડેરી વિવાદમાં આપની એન્ટ્રી, અરવિંદ કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં મોડાસામાં મહાપંચાયત યોજાશે
સાબરડેરી સાથે જોડાયેલા વિવાદમાં હવે આમ આદમી પાર્ટી (AAP) એન્ટ્રી થઈ છે, જે પશુપાલકોના મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરી છે.
પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા AAP એક મહાપંચાયતનું આયોજન કરી રહી છે, જેમાં દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહેશે.

આ મહાપંચાયત આગામી 23 જુલાઈએ મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં કેજરીવાલ અને માન પશુપાલકોની પાંચ મુખ્ય માંગણીઓને પોતાનું સમર્થન આપશે.
આ મામલે સાગર રબારી અને રાજુભાઈ કરપડાએ ડેરી સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે પશુપાલકોના હકના પૈસાનો ઉપયોગ ભાજપના તાયફા પાછળ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે સાબરડેરીનો વિવાદ હવે રાજકીય સ્વરૂપ લઈ રહ્યો છે, જેમાં AAP પશુપાલકોના અવાજને બુલંદ કરવા પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
