સાબરકાંઠા: પાર્સલ ખોલતાની સાથે જ થયો વિસ્ફોટ, પિતા-પુત્રીએ ગુમાવ્યો જીવ
Sabarkantha: સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું હતું, જ્યારે ઓનલાઈન ઓર્ડર કરાયેલો ઈલેક્ટ્રીકલ સામાનમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડાલી તાલુકાના વેડા ગામમાં એક વ્યક્તિએ ઈલેક્ટ્રીક વસ્તુઓ ઓનલાઈન મંગાવી હતી. જેનું પાર્સલ આવી ગયું હતું. પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો.

આ પાર્સલ ખોલનાર 30 વર્ષીય પુરુષ અને 11 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. વડાલી પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્સલ ખોલનાર યુવકનું કાંડું કપાયેલું હતું. એટલું જ નહીં યુવકને છાતીમાં પણ ઘા વાગ્યા હતા. આ ઘટનામાં યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આથી પરિવારજનો આ પાર્સલ કોઈ અજાણ્યા વ્યક્તિએ આપ્યું હોવાનું બહાનું કાઢી રહ્યા છે.












Click it and Unblock the Notifications
