સુરત સાથે જોડાયેલા છે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસના તાર! તાપી નદીમાંથી મળ્યા બંદૂક અને કારતૂસ
Salman Khan House Firing Case: મુંબઈમાં બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બંગલાની બહાર કથિત ફાયરિંગ કેસની તપાસ ગુજરાતના સુરત સાથે જોડાયેલી હતી. ઘટનાના 8 દિવસ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડીઓ મળી છે. પોલીસે સોમવારે સુરતની તાપી નદીમાંથી ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને કેટલાક જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હવે પોલીસ બીજી બંદૂકની શોધમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ, વિકી ગુપ્તા (24) અને સાગર પાલે (21) પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તેઓ સુરત પહોંચ્યા પછી ટ્રેનમાં ભુજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ રેલ્વે બ્રિજ પરથી હથિયાર તાપી નદીમાં ફેંકી દીધુ હતુ.

બંનેએ 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં ખાનના ઘરની બહાર કથિત રીતે ગોળીબાર કર્યો હતો અને પછી મોટરસાઇકલ પર સ્થળ પરથી ભાગી ગયા હતા. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવા માટે બે લોકોએ વાપરેલી બંદૂકને રીકવર કરવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત આવી છે. અમારી ટીમો મુંબઈ પોલીસને હથિયારો રિકવર કરવામાં મદદ કરી રહી છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકે જાણીતા વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયક પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે હાજર હતા, જેઓ સ્થાનિક ડાઇવર્સ અને માછીમારોની મદદથી અહીં તાપી નદીના પાણીમાં શસ્ત્રો શોધી રહ્યા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, 16 એપ્રિલના રોજ, મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ગુજરાતના ભુજ શહેર નજીકના મંદિર સંકુલમાંથી બે આરોપીઓ વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. બાદમાં વધુ તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 14 એપ્રિલે મુંબઈમાં ખાનના ઘરે ફાયરિંગ થયા બાદ ગુપ્તા અને પાલ રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા.
મુંબઈ પોલીસે કહ્યું છે કે ગુપ્તા અને પાલને કથિત રીતે કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના બે ભાઈઓ પાસેથી સૂચનાઓ મળી રહી હતી. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે લૉરેન્સ બિશ્નોઈ અન્ય એક કેસમાં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ તેનો ભાઈ કેનેડા કે અમેરિકામાં હોવાનું મનાય છે.
Firing incident outside actor Salman Khan's residence on April 14 | Mumbai Crime Branch has recovered a gun and some live cartridges used in the firing outside Salman Khan's house from Tapi River in Surat. The search for another gun is underway: Mumbai Crime Branch
— ANI (@ANI) April 22, 2024
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
