For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરબજીત પર હુમલો એ કેન્દ્ર સરકારની વધુ એક નિષ્ફળતાઃ મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-sarabjeet
ગાંધીનગર, 27 એપ્રિલઃ લાહોરની જેલમાં ગંભીર ઇજા પામ્યા બાદ હાલ કોમામા રહેલા સરબજીત સિંહને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા સરબજીત સિંહ પર થયેલા હુમલા સંદર્ભે દુઃખ વ્યક્ત કર્યું હતુ અને સાથોસાથ કેન્દ્રની યુપીએ સરકાર પર તીખા પ્રહારો પણ કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, પાકિસ્તાનની જેલમાં સરબજીત સિંહ પર જાનલેવા હુમલો યુપીએ સરકારની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે. મોદીએ કહ્યું છે કે, યુપીએ સરકાર પોતાને બચાવવામાં લાગેલી છે. દેશને બચાવવા માટે સરકાર પાસે સમય નથી. મોદી આજે સરબજીત પર થયેલા હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.

તેમણે કહ્યું કે, ઇટાલિયન મરિન્સ અંગેની કાયદાકિય લડાઇ હોય, ભારતીય સૈનિકોના શિરચ્છેદ હોય, ચીનની સીમા પર ઘુષણખોરી હોય કે પછી સરબજીત સિંહ પરનો હુમલો હોય દરેક બાબતે સાબીત કર્યું છે કે કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. એક પછી એક જે બનાવો બની રહ્યાં છે તે સાબીત કરે છે કે ભારત સરકાર આપણા સત્યને અસરકારક રીતે રજૂ કરવામાં અસક્ષમ છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહ પર લાહોરની કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા હુમલો શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સરબજીત સિંહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તે ડીપ કોમામાં છે. તેને લાહોરની જિન્ના હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

English summary
Sarabjit attack another failure of UPA Government, chief minister of gujarat narendra modi in gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X