સટ્ટોડિયા પણ હવે ગુજરાતની ચૂંટણી પર નથી લગાવી રહ્યા સટ્ટો

સટ્ટા બજારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા ભાજપ કે કોંગ્રેસ પર ભાવ લગાવાનો બંધ કર્યો છે. શું છે તે પાછળ કારણ જાણો અહીં વિગતવાર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સટ્ટા બજાર પણ ગરમાયું હતું. શરૂઆતમાં સટ્ટામાં ભાજપ લીડ કરી રહ્યું હતું. અને માટે જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ જીતશે તે અંગે સટ્ટો રમવામાં આવી રહ્યો હતો. પણ હવે જેમ જેમ ચૂંટણીનો બીજા તબક્કો નજીક આવતો જાય છે તેમ તેમ સટ્ટોડિયા પણ દુવિધામાં મૂકાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે તેવું જાણવા મળ્યું હતું. પણ હવે સટ્ટોડિયા પણ ભાજપ કે કોંગ્રેસ પર દાવ લગાવાનું બંધ કરી દીધું છે. હાર્દિક પટેલ દ્વારા જે રીતે લોકોને ભાજપને વોટ ન આપવાની શપથ અપાઇ રહ્યો છે અને કોંગ્રેસ પણ જે રીતે મોદી પર પ્રહારો કરી રહ્યા છે તેને જોતા સટ્ટા બજારે પણ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પર દાવ લગાવાનું બંધ કરી દીધું છે.

rahul modi

ઉલ્લેખનીય છે કે ગુરુવારે એટલે કે 14 ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થશે. અને 18 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવશે. ત્યારે શરૂઆતમાં જ્યાં સટ્ટા બજારમાં ભાજપ ડિમાન્ડમાં હતી તે જ ભાજપ કે કોંગ્રેસ પર હાલ સટ્ટા બજાર પર પૈસા લગાવવા બંધ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા બંન્ને પાર્ટીઓ પર 1-1 રૂપિયાનો ભાવ ચાલતો હતો. આમ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવા આવશે તેની પર બધાને નજર લાગેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X