For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના ઉપવાસ મામલે સરકારે પહેલી વખત આપ્યું નિવેદન, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસકોન્ફરન્સ કરીને હાર્દિકને ડૉક્ટરની સલાહ માનવા કહ્યું

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠો છે. 11 દિવસનું મૌન પાળ્યા બાદ આખરે સરકાર તરફથી પહેલી વખત હાર્દિક પટેલના ઉપવાસ મામલે નિવેદન આવ્યું છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિકને ડૉક્ટરની સલાહ માનવા કહ્યું, જણાવી દઈએ કે કિડનીમાં ઈન્ફેક્શન થયું હોવાથી ડૉક્ટરે હાર્દિકને યોગ્ય સારવાર કરાવવાની સલાહ આપી હતી પણ હાર્દિક પટેલે સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી ઉપવાસ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.

સૌરભ પટેલની પ્રેસ કોન્ફરન્સ

સૌરભ પટેલની પ્રેસ કોન્ફરન્સ

ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. આરોપ લગાવતા કહ્યું કે, 'હાર્દિકને મળવા માટે માત્ર કોંગ્રેસના જ નેતાઓ જાય છે અને અત્યાર સુધીમાં જે કાર્યક્રમો કરવામાં આવ્યા તે પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. હાર્દિકને સલાહ આપી રહ્યા છે તેઓ કોંગ્રેસના મિત્રો છે.'

ખેડૂતોને કરોડોની સહાય કરી

ખેડૂતોને કરોડોની સહાય કરી

વધુમાં સૌરભ પટેલે હાર્દિક પટેલને નીતિ, નિયમો અને બંધારણની જોગવાઈ મુજબ શક્ય તમામ શરતો પૂરી કરવાનું આશ્વાસન આપ્યું છે. ખેડૂતો વિશે વાત કરતાં સૌરભ પટેલે કહ્યું કે ખેડૂતોની મદદ કરવા માટે સરકાર તૈયાર છે, અમે સુજલામ સુફલામ અને નર્મદા જેવી યોજનાઓ આપી છે ઉપરાંત ખેડૂતોને ટપક માટે કરોડોની સહાય આપી છે અને મગફળી અને કપાસની ખરીદી અમે ટેકાના ભાવે કરી ચે.

કોંગ્રેસ ગુજરાત વિરોધી છે

કોંગ્રેસ ગુજરાત વિરોધી છે

સૌરભ પટેલે કહ્યું કે પાટીદાર સંસ્થાઓ મધ્યસ્થિ કરવા માંગતા હોય તો આવકારીએ છીએ. જણાવી દઈએ કે હાર્દિક પટેલના ઉપવાસ મામલે સોલા ઉમિયા કેમ્પસ એક કલાકથી બંધ બારણે બેઠક ચાલી રહી છે. આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી અને મોદી વિરોધી છે, અનામત મુદ્દે સુપ્રીમના ચુકાદા વિશે કોંગ્રેસનું શું કહેવું છે?

બંધ બારણે બેઠક

બંધ બારણે બેઠક

કહ્યું કે રાજ્ય સરકાર જનતાના બધા પ્રશ્નો સાંભળે છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. અમે હંમેશા ખેડૂતોની સાથે જ છીએ. જ્યારે બીજી બાજુ વિક્રમ ભાઈ માડમે કહ્યું હાર્દિક પટેલ જનતા માટે લડી રહ્યો છે અને જનતાના હિત માટે જે લડશે તેનો અમે સાથ આપીશું. જણાવી દઈએ કે બંધ બારણે થઈ રહેલી બેઠકમાં પાટીદાર સમાજના મોભીઓ હાજર છે. આ પણ વાંચો-હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ

English summary
saurabh patel's press conference regarding hunger strike of hardik patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X