ઉપલેટામાં રાત્રે ભેદી ધડાકા, આકાશમાં લાઈટો થતા સર્જાયું કુતૂહલ

ઉપલેટામાં રાત્રે ભેદી ધડાકા, આકાશમાં લાઈટો થતા સર્જાયું કુતૂહલ

આ શ્રૃષ્ટિમાં અઢળક રહસ્યો છૂપાયેલાં છે, ઉપલેટામાં ગત રાત્રે બનેલી ઘટના છાસવારે જ નરી આંખે જોઈ શકાતી હોય છે. અચાનક આકાશમાં ભેદી ધડાકા થયા હતા, આપોઆપ આકાશમાં રહસ્યમય પ્રકાશ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

Recommended Video

રાજકોટ : ઉપલેટામાં રાત્રે ભેદી ધડાકા, આકાશમાં લાઈટો થતા સર્જાયું કુતૂહલ

light

જણાવી દઈએ કે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગત રાત્રે ભેદી ધડાકા થયા હતા. અચાનક જ આકાશમાં 6થી 7 લાઈટ જોવા મળી હતી, અને થોડીવાર બાદ જ આ પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો હતો. ભેદી ધડાકો થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપુર અને ભાયાવદરમાં ભેદી ધડાકા થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે, આકાશમાં ભેદી ધડાકાઓને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ઉપલેટા શહેર તથા સમગ્ર તાલુકાના આકાશમાં આવા પ્રકારનો નજારો જોવા મળ્યો છે.

સ્થાનિકોએ જણાવ્યું કે સાંજના સમયે આકાશમાં પ્રકાશવાળો પદાર્થ તરતો જોવા મળ્યો. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રે જે પ્રકાશમય ગોળા જોવા મળ્યા તે નાસાનું સ્પેશ શટલ હોય શકે છે. જો કે એવી પણ થિયરી છે કે સુપર સોનિક પ્લેન જ્યાંથી પસાર થાય તે વિસ્તારમાં તેની ઝડપના કારણે પ્રચંડ ધડાકા થતા હોય છે. આકાશમાં જોવા મળતો આ ચમકારો કેવાનો હતો તે માત્ર એક રહસ્ય જ બનીને રહી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X