ગાંધીનગરઃ સ્કૂલ બસ પલ્ટી, 20 બાળકોને ઇજા

gandhinagar
ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ ગાંઘીનગર ખાતે એક સ્કૂલ બસ પલ્ટી ખાઇ જતાં બસમાં સવાર 20 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર આ ઘટના તપોવન સર્કલ પાસે ઘટી છે. સ્વામીનારયણ ઇન્ટરનેશનલ સ્કૂલની બસમાં 25 વિદ્યાર્થીઓ સવાર હતા, બસ વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી ત્યારે માર્ગમાં અચાનક કંઇ આવી જતા ડ્રાઇવરે બ્રેક મારી હતી અને બસ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઇ હતી.

બસ પલ્ટી મારી જતાં 20 વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમના સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં બસના ડ્રાઇવરને પણ ઇજા પહોંચી છે. આ અકસ્માત બપોરના 12 વાગ્યાની આસપાસ થયો હોવાના અહેવાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X