અ'વાદમાં સ્કૂલવાન પલટી જતા 24 બાળકોને ઇજા

મળી રહેલા સમાચાર અનુસાર અમદાવા પાસે આવેલા સાઇલા ગામમાં 24 જેટલા બાળકોને ભરીને એક સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી. સ્કૂલવાન પલટી જવાના કારણે તેમાં સવાર તમામ વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાંથી 3 બાળકો વધુ ગંભીર હોવાના કારણે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે 19 જેટલા બાળકોને નાની મોટી ઇજાઓ થઇ છે, જેમને સાંણદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જોકે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો અને શા કારણોથી તે પલટી થઈ ગઇ તેની જાણકારી મળી નથી.
જોકે અકસ્માતના પગલે દરેક બાળકોના માતાપિતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં આવી ગયા હતા. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી પણ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. આ ઘટનામાં બાળકોને નાની મોટી ઇજા અને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઇ છે.












Click it and Unblock the Notifications
