ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ થશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો ખોલવા અંગે જાહેરાત કરી.

ગાંધીનગરઃ ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો ખોલવા અંગે જાહેરાત કરીને જણાવ્યુ કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકનુ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફાઈનલ વર્ષની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

school

કેન્દ્ર સરકારની SOP મુજબ ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે દરેક વાલીઓ સ્કૂલને સંમતિપત્ર આપવો પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને સ્કૂલે મોકલુ છુ. શિક્ષણમંત્રીએ કહ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને અગત્યની સૂચનાઓ અને ધ્યાને લેવાની બાબતો વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. સરકાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. બીજુ શૈક્ષિણિક સત્ર આ વખતે લાંબુ હોવાના અણસાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X