રાજ્યની સ્કૂલોમાં દ્વિતીય સત્રની પરીક્ષાઓ 10મીથી ઓફલાઈન જ લેવાશે
રાજ્યમાં 10મીથી સ્કૂલોમાં પ્રીલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરુ થવાની જે સ્કૂલમાં જ ઓફ લાઈન લેવામાં આવશે
અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણના કેસો ઘટવા સાથે જ રાજ્યમાં ધોરણ 1થી 9ની સ્કૂલોમાં 7મી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યુ છે ત્યારે હવે 10મીથી સ્કૂલોમાં પ્રીલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરુ થવાની જે સ્કૂલમાં જ ઓફ લાઈન લેવામાં આવશે તેમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યુ છે કે રાજ્યની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યુ છે. ધોરણ 10થી 12નુ ઓફલાઈન શિક્ષણ પહેલેથી ચાલુ છે. ધોરણ 9થી 12ની પ્રીલિમ-દ્વિતીય પરીક્ષા 10મી ફેબ્રુઆરીથી શરુ કરવાની રહેશે અને 18મી સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ પરીક્ષા ઓફલાઈન જ લેવાની રહેશે.
પ્રીલિમ-દ્વિતીય પરીક્ષા દરમિયાન જો કોઈને કોરોના થયો હોય અથવા તેના પરિવારમાં કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા તે વિદ્યાર્થી કન્ટેઈમેન્ટ ઝોનમાંથી આવતો હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએથી અલગ તારીખો નક્કી કરીને શાળા કક્ષાએથી અલગ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પછીથી પરીક્ષા લેવાની રહેશે. આ પરીક્ષાઓમાં ક્લાસરુમમાં સોશિયલ ડિસ્ટંસીંગ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ધોરણ 9થી 12 ઉપરાંત પ્રાથમિક સ્કૂલોમાં પણ 10મીથી બીજા સત્રની પરીક્ષા શરુ થનાર છે. મોટાભાગની સ્કૂલોએ વિદ્યાર્થીઓને 10મીથી પરીક્ષા શરુ કરવા માટે ટાઈમટેબલ આપી દીધા છે. પ્રાથમિક સ્કૂલોમાં પણ સત્રાંત પરીક્ષા ઓફલાઈન જ લેવાશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
