વિધાનસભાના SEBC સમિતિનાં સભ્યોએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે!

ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિનાં સભ્યોએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી.

ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિનાં સભ્યોએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ શંભુજી ઠાકોરના વડપણ હેઠળની આ સમિતિના સભ્ય અને ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, અજમલજી ઠાકોર,રાજેન્દ્રસિંહ ઠાકોર, પરસોત્તમ સાબરીયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદ રાણા અને ભરતભાઇ પટેલે વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં આપવામાં આવતી સારવાર અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી.

SEBC committee

સમિતિના પ્રમુખ શુંભુજી ઠાકોરે રાજ્યની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, વડપગ અને સૂઇગામ આરોગ્ય કેન્દ્રો પર ખુબ સુંદર માળખાકીય સુવિધાઓ સાથે આરોગ્ય સેવાઓ અહીં ઉપલબ્ધ છે.કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે આરોગ્ય ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. કપરા કાળમાં સેવા આપનાર ર્ડાક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની સેવાઓને બિરદાવતાં તેમણે જણાવ્યું કે, જ્યારે પોતાના પરિવારના સ્વજનો પણ કોરોના દર્દીથી દૂર ભાગતા હતા તેવા સમયે ર્ડાક્ટરો અને મેડીકલ સ્ટાફે પોતાના જાનની પરવા કર્યા વિના જીવના જોખમે લોકોની સારવાર કરીને લોકોને નવું જીવન આપ્યું છે.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ શંભુજી ઠાકોર અને સભ્યોએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કરી ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની મુલાકાત લઇ સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત BSF જવાનો દ્વારા યોજાતી પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમની નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, વિધાનસભાના ઉપસચિવ ડી. આર. મુનિયા, પ્રાંત અધિકારી બી. કે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X