ચાર યુવાનોને દરિયામાં ડૂબતા જોઈ BJP MLAએ ઝંપલાવ્યું, ત્રણને બચાવ્યા
ગુજરાતના અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યના હાલ ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. દરિયામાં ન્હાવા ગયેલા યુવકોને બચાવવા તેમણે પોતે પણ દરિયામાં કૂદીને ત્રણ લોકોને બચાવી લીધા હતા પરંતુ એક યુવકનું મોત થયું હતું.
યુવકને બચાવવા દરિયામાં છલાંગ મારનાર ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોતાનો જીવ જોખમમાં મુકીને યુવકને બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. તેમણે સ્થળ પર હાજર લોકોની મદદથી સમયસર ત્રણ યુવકોને પાણીમાં સલામત રીતે બહાર કાઢ્યા હતા.

જોકે, એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો, તેને શોધવા માટે 2 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ ચોથા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજોલાના પટવા ગામના ચાર મિત્રો કલ્પેશ શિયાળ, વિજય ગુજરિયા, નિકુલ ગુજરિયા અને જીવન ગુજરિયા છે. આ તમામ ગામ નજીક દરિયા કિનારે ખાડીમાં ન્હાવા આવ્યા હતા.
પાણીના જોરદાર પ્રવાહને કારણે તેઓ બધા સમુદ્રના ઊંડા ભાગમાં ગયા અને તેના કારણે તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા. બધા બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા. સદ્નસીબે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની મનની હાજરી અને નિર્ભયતાથી ત્રણ યુવાનોના જીવ બચી ગયા હતા.
હીરા સોલંકીએ આ પહેલા પણ વર્ષ 2018માં તેમણે આ જ પાણીમાં ડૂબતા એક યુવકને બચાવ્યો હતો. આ સાથે જ આજે પણ તેમણે પોતાની પરવા કર્યા વગર ઉંડા પાણીમાં ઝંપલાવ્યું હતું અને ચારેય યુવકોને સુરક્ષિત બચાવી લીધા હતા.












Click it and Unblock the Notifications
