Selfie with Cow : નવરાત્રીમાં આ ગાય બની ફેમસ, કેમ કે...
નવરાત્રીમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર એક ગાયના વાછરડાએ અનોખું આકર્ષણ જમાવ્યું. તમામ લોકો તેની સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા. ત્યારે શું છે આ મામલો જાણો અહીં.
ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ગુરુવારે પહેલા નોરતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ કાર્યક્રમ પણ હતો. પણ તેમ છતાં આ આખા કાર્યક્રમની લાઇમ લાઇટ છીણવી લીધી એક ગાયના બચ્ચાએ! નવરાત્રીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. અને તેમાં આર્ટ્સ અને કલ્ચર એક્ઝિબિશનમાં એક ગાયનું વાછરડું લાવવામાં આવ્યું હતું. જ્યાં લોકો આ વાછરડાં જોડે ફોટો પડવવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. ગૌરક્ષાના નામે સેલ્ફી વિથ સરસ્વતી કોન્સેપ્ટ હેઠળ આ ગાયના વાછરડાને અહીં લાવવામાં આવ્યું હતું.

સરસ્વતી નામના આ ગાયના વાછરડાએ અહીં એસયુવીમાં એન્ટ્રી પાડી હતી. આ ગાયના વાછરડાને અહીં વિજય પારસા લાવ્યા હતા. જે થોડા સમય પહેલા તેમની ગાયના રંગે ચંગે લગ્ન કરાવવા માટે સમાચારોમાં હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે અને એકલા આવીને આ ગાયના વાછરડા સાથે સેલ્ફી પડાવી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં ગૌરક્ષાને લઇને કડક કાયદા બનાવવામાં આવ્યા હતા. અને તે પછી સેલ્ફી વિથ કાઉના અભિગમ હેઠળ ભાજપના કેટલાક નેતાઓએ ગાય સાથેની તેમની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર મૂકી હતી.












Click it and Unblock the Notifications
