સપ્ટેમ્બર 11, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
ગાંધીનગરમાં હીરા બાના ઘરની આસપાસ CCTV કેમેરા
ગાંધીનગરમાં હીરા બાના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા ગોઠવાઇ ગયા છે. ઘર પાસેના ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. આ તમામ પગલાં નરેન્દ્ર મોદીની મુલાકાત અને સુરક્ષાના સંદર્ભમાં કરવામાં આવ્યું છે.
પૂરને પગલે વડોદરામાં શાકભાજીના ભાવ આસમાને
વડોદરામાં પૂર જેવી સ્થિતિ ઉભી થતાં અને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 15થી 25નો વધારો વેપારીઓએ કરી દીધો છે. જેના કારણે છૂટક શાકમાર્કેટમાં ટાકા 40 રૂપિયે કિલો, કોબીજ 50 રૂપિયે કિલો, ટીંડોળા 60 રૂપિયે કિલો, ડુંગળી 40 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે.
ગુજરાતની ફૂડ કંપનીઓએ જમ્મુ-કાશ્મીરમાં દોઢ લાખથી વધારે ફૂડ પેકેટ્સ મોકલાવ્યા
કુદરતી આફત સામે ઝઝુમી રહેલા જમ્મુ-કાશ્મીરમાં પૂર ગ્રસ્ત લોકો માટે ગુજરાતની ફૂડ કંપનીઓ પણ મદદ કરવામાં આગળ આવી છે. ગુજરાતની બાલાજી વેફર્સ, ગોપાલ નમકીન, વડાલિયા નમકીન તથા ગોંડલના સ્વામિનારાયણ મંદિર તરફથી ભેગા મળીને અંદાજે દોઢલાખથી વધારે ફૂડ પેકેટ્સ મોકલવામાં આવ્યા છે. જેમાં ગોપાલ નમકીને સુકા નાસ્તાના એક લાખથી વધારે, બાલાજી વેફર્સે 10,000, વડાલિયા નમકિને 5,000 અને સ્વામિનારાયણ ગુરૂકુળે 2,000 ફૂડ પેકેટ્સ મોકલાવ્યા છે.
સોહરાબુદ્દીન કેસમાં ડીજી વણઝારાને શરતી જામીન મળ્યા
ગુજરાતના બહુચર્ચિત અને ગુજરાત પોલીસના અધિકારીઓની સંડોવણી ધરાવતા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં વર્ષ 2007થી જેલમાં બંધ નિવૃત્ત આઇપીએસ અધિકારી ડીજી વણઝારાને બોમ્બે હાઇ કોર્ટે આજે સશર્ત જામીન આપ્યા છે.
વડોદરા પૂરમાં બહાર આવેલો મગર મહિલાને ખેંચી ગયો
ભારે વરસાદને કારણે વડોદરામાં વિશ્વામિત્રી બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે મગરોનું ઘર ગણાતી નદીનું પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયું છે. આ ઘટનામાં મગરો પણ શહેરના રહેણાંક વિસ્તારોમાં તણાઈ આવ્યા છે. આ દરમિયાન બુધવારે સરાર ગામે એક મગર મહિલાને ખેંચી ગયો હોવાનો બનાવ નોંધાયો છે. આ ઘટના બાદ લોકોમાં મગરના મુદ્દે ભય ફેલાયો છે.

નરેન્દ્ર મોદી હીરાબાના આશીર્વાદ લેવા ક્યારે જશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો પ્રાથમિક કાર્યક્રમ જાહેર થયો છે. આ કાર્યક્રમ અનુસાર 16 સપ્ટેમ્બરે સાંજે તેઓ ગુજરાત આવશે અને ગાંધીનગરમાં રાત્રિવાસ કરશે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે હીરાબાના આશીર્વાદ લીધા બાદ મહાત્મા મંદિરમાં જન્મ દિવસ ઊજવશે. બપોરે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગને લેવા અમદાવાદ એરપોર્ટ આવશે. બપોર બાદ વસ્ત્રાપુર ગ્રાન્ડ હયાત તેમની બંને વચ્ચે મુલાકાત થશે.
વડાપ્રધાન મોદીને આવકારવા ગાંધીનગર રોશનીથી સજાવાશે
ગુજરાતના સપુત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. આ બાબતનો હરખ દર્શાવવા માટે પાટનગર ગાંધીનગરને રોશનીથી સજાવાશે. શહેરની અગ્રણી ઇમારતો અને માર્ગો પર રોશની કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.
જૂનાગઢ બ્લડબેંક કેસમાં સમિતિ બનાવવાનો આદેશ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને એઈડ્સગ્રસ્ત લોહી ચડાવી દેવાના મામલે થયેલી ક્રિમિનલ અરજી અને જાહેરહિતની અરજીનો નિકાલ કરતાં બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજયના આરોગ્ય સચિવને એક કમિટી બનાવવા માટે આદેશ કર્યો છે. આ કમિટી સીબીઆઈ દ્વારા સૂચિત જૂનાગઢ બ્લડ બેંકના કામકાજની અનિયમિતતાઓ દૂર કરી કામગીરીમાં સુધારો કરાવવાનું કામ કરશે.
કોલેજોની ફી વધવાની તૈયારી
ગુજરાતની ડિપ્લોમાં ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ, આર્િકટેક્ચર, હોટલ મેનેજમેન્ટ સહિતની 500થી વધુ કોલેજોમાં નવી ફી જાહેર કરાઈ છે. આ કોલેજોમાં આગામી વર્ષ 2014થી 2017 સુધી ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીએ તમામ કોલેજોને મેઇલ પર પ્રોવિઝનલ કેલક્યુલેશન જાહેર કરી દીધું છે. જે મુજબ કોલેજોમાં વધારવામાં આવેલી ફી સંચાલકોને સંતોષકારક હોય તો આ ફી ધોરણ આગામી ત્રણ વર્ષ સુધી અમલી રખાશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
