બોટાદમાં હાર્દિક પટેલનું પૂતળું બળવામાં આવ્યું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બોટાદમાં હાર્દિક પટેલનું પૂતળું બળવામાં આવ્યું

બોટાદમાં હાર્દિક પટેલનું પૂતળું બળવામાં આવ્યું

બોટાદમાં દલિત સમાજના લોકોએ હાર્દિક પટેલનું પૂતળું બાળીને પટેલોની અનામત રેલી માટે પોતાનો વિરોધ નોંધાવ્યો. સાથે જ તેમણે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી.

આનંદીબેન અને રૂપાલાની સભામાં પાટીદારોએ નોંધાવ્યો વિરોધ

આનંદીબેન અને રૂપાલાની સભામાં પાટીદારોએ નોંધાવ્યો વિરોધ

પાટીદાર અનામત આંદોલન રેલો હવે ભાજપના નેતાઓની સભામાં પણ જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના કાર્યક્રમમાં જેવા મુખ્યપ્રધાન આનંદીબેન પ્રવચન આપવા ઉભા થયા લોકોએ ચાલતી પકડી. તો ઉઝામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ મહિલાઓએ થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો. જે બાદ રૂપાલા સભા છોડી ચાલ્યા ગયા હતા.

આસારામના ભક્ત સુનિલ સેવાનીને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ

આસારામના ભક્ત સુનિલ સેવાનીને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ

આસારામ બાપુના ભક્ત તેવા સુનિલ સેવાનીના સીજી રોડ પર આવેલા સોપર્સ પ્લાઝામાં સુરત ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ રેડ પાડી દસ્તાવેજો અને ફાઇલોની તપાસ કરી હતી.

ભૂતપૂર્વ IAS પ્રદિપ શર્માએ ઇડી સમક્ષ આપી હાજરી

ભૂતપૂર્વ IAS પ્રદિપ શર્માએ ઇડી સમક્ષ આપી હાજરી

વેલસ્પન કંપનીને ફાયદો પહોંચાડવાના આરોપના કેસમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્મા ઇડી સમક્ષ હાજર રહીને પોતાની નિવેદન નોંધાવ્યું હતું.

ભાજપમાં આંતરિક વિગ્રહ: નલીન કોટડિયા અને નારણ કાછડિયા આવ્યા આમને-સામને

ભાજપમાં આંતરિક વિગ્રહ: નલીન કોટડિયા અને નારણ કાછડિયા આવ્યા આમને-સામને

ગીર અભ્યારણ્ય પાસે આવેલા ઘરીને ઇકો સેન્સીટીવ ઝોન બનાવાની વાતનો વિવાદ હવે તૂત પકડી રહ્યો છે. જ્યાં બુધવારે આ મામલે નલીન કોટડીયા ઇકો સેન્સીટીવ ઝોનનો વિરોધ કરી રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી ત્યાં જ અમરેલીના સાંસદ નારાયણ કાછડીયાએ નલીનને તકવાદી માણસ ગણાવીને કહ્યું કે અમારે આવા લોકોની કોઇ જરૂર નથી.

પાટીદારો બાદ વડોદરામાં હવે ક્ષત્રિયો કાઢી અનામત રેલી

પાટીદારો બાદ વડોદરામાં હવે ક્ષત્રિયો કાઢી અનામત રેલી

વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકોએ બાઇક રેલી નીકાળીને અનામતની માંગ કરી હતી અને આ મામલે કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું. જો કે આ રેલી પોલિસની પરવાનગી વગર નીકાળવામાં આવી હતી માટે તેમના વિરુદ્ધ પોલિસે ગુનો નોંધ્યો છે.

પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન થતા થતા રહી ગયું

પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન થતા થતા રહી ગયું

પાત્ર થતી માહિતી મુજબ પાટીદારો અને સરકાર વચ્ચે આજે એક બેઠક થવાની હતી. પાટીદારોની ત્રણ માંગો પણ માનવા માટે સરકારે તૈયારી બતાવી હતી. પણ હાર્દિક પટેલની ગેરહાજરીના લીધે આ બેઠક છેવટે મોકૂફ રાખવામાં આવી.

મોરબીમાં પોલિસના ઘરમાં જ ચોરી!

મોરબીમાં પોલિસના ઘરમાં જ ચોરી!

મોરબીમાં પીએસઆઇના બંધ પડેલા ઘરમાં અને કોર્ટના સ્ટેનોગ્રાફરના ઘરમાં ચોરી કરવામાં આવી. કુલ 72500 રૂપિયા રોકડ રકમ અને સોના ચાંદીના ધરેણાં ચોરો ઉઠાવી ગયા.

રાજકોટમાં બુલેરોનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

રાજકોટમાં બુલેરોનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

રાજકોટથી જૂનાગઢ જતી બુલેરોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં રીક્ષા પલટતા એક વિદ્યાર્થીનીનું મોત

સુરેન્દ્રનગરમાં રીક્ષા પલટતા એક વિદ્યાર્થીનીનું મોત

વધુ પડતા બાળકોને લઇને જતી રિક્ષાઓના લીધે વધુ એક બાળકીએ પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. સુરેન્દ્રનગરમાં 10 વિદ્યાર્થીઓને લઇ જતી રિક્ષા પલટી જતા એક બાળકીનું મોત થયું છે.

વલસાડમાં ક્રોંગ્રેસ પ્રમુખના રાજીનામાંથી વધ્યો વિવાદ

વલસાડમાં ક્રોંગ્રેસ પ્રમુખના રાજીનામાંથી વધ્યો વિવાદ

વલસાડ શહેરના ક્રોંગ્રેસ પ્રમુખ પીરુ મકરાનીએ રાજીનામું આપતા થઇ બબાલ, જિલ્લા પ્રમુખે નવા પ્રમુખને મુકવાનો નિર્ણય લેતા પીરુએ રાજીનામું આપ્યું હતું. જે બાદ તેમના 1500 કાર્યકર્તાઓએ જિલ્લા ક્રોંગ્રેસ ઓફિસ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડ કોર્ટે જજને મોકલ્યા જડ્યૂડિશ્યલ કસ્ટડીમાં

વલસાડ કોર્ટે જજને મોકલ્યા જડ્યૂડિશ્યલ કસ્ટડીમાં

ગુરુવારે, ભષ્ટ્રાચારના આરોપ હેઠળ પકડાયેલા 2 સસ્પેન્ડેડ જજને વલસાડ કોર્ટે રિમાન્ડ પર મોકલ્યા.

વલસાડ કોન્ટ્રાક્ટર પર હુમલો કરી 11 લાખની લૂંટ કરાઇ

વલસાડ કોન્ટ્રાક્ટર પર હુમલો કરી 11 લાખની લૂંટ કરાઇ

વલસાડમાં એક કોન્ટ્રાક્ટર પર બે બાઇક ચાલકો પાછળથી હુમલો કરીને તેની પાસેથી 11 લાખની કિંમત લૂંટી લીધી છે. ત્યારે હાલ તો આ કોન્ટ્રાક્ટરને હોસ્પિટલમાં ખસેડી પોલિસ તપાસ આદરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X