હાર્દિક પટેલ કેશુબાપ્પાના આશીર્વાદ લઇ આનંદીબેન જોકે કરી બેઠક

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલ કહ્યું કેશુબાપ્પા અમારા પિતા સમાન છે

હાર્દિક પટેલ કહ્યું કેશુબાપ્પા અમારા પિતા સમાન છે

એક બાજુ જ્યાં હાર્દિક પટેલ આજે આનંદીબેન જોડે બેઠક કરશે કે નહીં તેની પર સસ્પેન્સ સેવાઇ રહ્યું છે ત્યાં જ બીજી તરફ હાર્દિક પટેલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મળવા ગયો હતો. હાર્દિકે આ બેઠક પછી જણાવ્યું કે કેશુબાપા અમારી સાથે છે. વધુમાં કેશુભાઇ માટે પોતાનો આદર વ્યક્ત કરતા હાર્દિક કહ્યું કે તે તેમના પિતા સમાન છે.

હાર્દિક અને આનંદીબેન વચ્ચે કરાવવામાં આવશે બેઠક

હાર્દિક અને આનંદીબેન વચ્ચે કરાવવામાં આવશે બેઠક

નોંધનીય છે કે હાર્દિક પટેલ રવિવારે યોજાનારી રિવર્સ દાંડી યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરી દીધી છે. વળી સરકાર સાથે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓ ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન મામલે હવે નિરાકરણ લાવવા હવે આનંદીબેન અને હાર્દિકને આમને સામને લાવવા અને સીધી જ બેઠક કરાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

યમનમાં ફસાયેલા ગુજરાતના 70 ખલાસીઓને બચાવા ઉતરી ભારત સરકાર

યમનમાં ફસાયેલા ગુજરાતના 70 ખલાસીઓને બચાવા ઉતરી ભારત સરકાર

યમનમાં કચ્છના એક જાહર પર આક્રમણ થયા બાદ ત્યાં લગભગ ગુજરાતના 70 જેટલા ખલાસીઓ ફસાયા હોવાનું જાણવા મળતા ભારત સરકારે રવિવારે જાહેર કર્યું હતું કે યમનમાં ફસાયેલા ગુજરાતી ખાલીઓને સહી સલામત ભારત લાવવાના તમામ પ્રયાસ ભારત સરકાર કરી છે. વધુમાં કચ્છી જહારમાં માર્યા ગયેલા 6 ખલાસીઓની અંતિમક્રિયા યમનમાં જ કરવામાં આવી છે.

સોસાયટી બહાર પાટિયા કોઇ પણ પક્ષના નેતા મત માંગવા આવવું નહીં!

સોસાયટી બહાર પાટિયા કોઇ પણ પક્ષના નેતા મત માંગવા આવવું નહીં!

ગુજરાતના અનેક ગામડાઓ અને નાના નાના શહેરામાં હવે અનામતનો મુદ્દો એક વિકરાય પ્રશ્ન બનીને ઊભેલો જોવા મળી રહ્યો છે. સુરતની પાટિદાર સોસાયટીની બહાર તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે ક્રોંગ્રેસ કે ભાજપ કે અન્ય કોઇ પક્ષના નેતાએ મત માંગવા સોસાયટીમાં આવવું નથી. આ સિવાય ગુજરાતના અન્ય શહેરો અને ગામડાની સોસાયટીમાં પણ આવા જ બેનરો લાગ્યા છે.

ક્રોંગ્રેસના પ્રમુખ આવ્યા આનંદીબેનની મદદે!

ક્રોંગ્રેસના પ્રમુખ આવ્યા આનંદીબેનની મદદે!

રાજકોટ શહેર ક્રોંગ્રેસ પ્રમુખ કુંવરજી બાવળિયા ભાજપના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની વ્હારે આવ્યા છે. તેમણે ભાજપ પર જ આરોપ લગાવતા કહ્યું કે પટેલ અનામત આંદોલન પાછળ આનંદીબેનને બદનામ કરવાની અને તેમને નીકાળવાની ભાજપના જ કેટલાક મંત્રીઓનું કાવતરું છે.

ગુજરાતી યુવકની સાઉથ આફ્રિકામાં હત્યા

ગુજરાતી યુવકની સાઉથ આફ્રિકામાં હત્યા

મૂળ અંકલેશ્વરના પિરામણ ગામના નિવાસી એવા ઇર્ષાક ચૌહાણની સાઉથ આફ્રિકાના પીટર્સબર્ગમાં કરણપ્રિય હત્યા કરવામાં આવી છે. ઇર્ષાકને ઘરમાં ધૂસીને આંધાધૂન ફાયરિંગ કરીને મોતને ધાટ ઉતારવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા પણ અન્ય એક ગુજરાતીની પણ આવી રીતે હત્યા કરવામાં આવી હતી.

ખેડાના સ્વામિનારાયણ ગુરુકુળના યુવક જોડે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ખેડાના સ્વામિનારાયણ ગુરુકુળના યુવક જોડે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ખેડાના હરિયાળા સીમ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સ્વામી દ્વારા પાછલા છ એક મહિનાથી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. જે બાદ ફરિયાદ નોંધાતા પોલિસ તાજવીજ હાથ ધરી છે.

મોરબીમાં અપહરણ બાદ બાળકની કરણપ્રિય હત્યા

મોરબીમાં અપહરણ બાદ બાળકની કરણપ્રિય હત્યા

મોરબીના બગસરા ગામમાં અપહરણ કરાયેલા એક બાળકના મૃતદેહના વિવિધ ટુકડા કરી તેને અલગ અલગ જગ્યા ફેંકી દેવામાં આવ્યો છે. પોલિસને આ અંગે માહિતી મળતા પોલિસે વધુ કવાયત હાથ ધરી છે.

જૂનાગઢમાં ગૌહત્યા મામલે ભાજપના ઘારાસભ્ય મહેન્દ્ર મશરુ ઉપવાસે બેઠા

જૂનાગઢમાં ગૌહત્યા મામલે ભાજપના ઘારાસભ્ય મહેન્દ્ર મશરુ ઉપવાસે બેઠા

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ આગળ ગાયનો મૃતદેહ મળતા, ગૌહત્યાના વિરોધમાં જૂનાગઢના ભાજપના ઘારાસભ્ય મહેન્દ્ર મશરૂ, નરસિંહ મહેતા તળાવ સામે ઉપવાસ પર બેઠા.

અમદાવાદમાં બીઆરટીએસના કોરિર્ડોરમાં એમટીએસ દોડશે

અમદાવાદમાં બીઆરટીએસના કોરિર્ડોરમાં એમટીએસ દોડશે

અમદાવાદ મ્યુનિસિપલ્ટી કોર્પરેશનના નવા પ્રોજેક્ટ હેઠળ હવે બીઆરટીએસ કોરિર્ડોરમાં એમટીએસની બસ પણ દોડશે. જો કે આ પ્રોજેક્ટની શરૂઆત અમુક જ રૂટો પર કરવામાં આવી છે.

અમદાવાદ આવ્યા બાબા રામ રહીમ, MSG-2 કર્યું પ્રમોશન

અમદાવાદ આવ્યા બાબા રામ રહીમ, MSG-2 કર્યું પ્રમોશન

અમદાવાદ પહોંચ્યા કહેવાતા ધર્મગુરુ બાબા રામ રહીમ. પોતાની આવનારી ફિલ્મ એમએસજી-2ના પ્રમોશન માટે આવેલા બાબા રામ રહીમ તેમની ફિલ્મને જોવાની અપીલ લોકોને કરી હતી.

હાર્દિક પટેલ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં આનંદીબેન જોડે બેઠક કરવા પહોંચ્યો

હાર્દિક પટેલ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં આનંદીબેન જોડે બેઠક કરવા પહોંચ્યો

ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે આજે રાજ્ય સરકાર અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીદારો વચ્ચે બેઠક થશે. આ પહેલા હાર્દિકે અડાલજ ફાર્મહાઉસમાં પટેલો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. જે બાદ આજની બેઠક આવનારા સમયમાં ગુજરાતમાં શાંતિ રહેશે કે અશાંતિ તે નક્કી કરશે.

સાંબરકાઠામાં વિશાળ અજગરે બકરાનો કર્યો શિકાર!

સાંબરકાઠામાં વિશાળ અજગરે બકરાનો કર્યો શિકાર!

સાંબરકાઠાના વડાલી તાલુકામાં એક ભરવાડના બકરાનો ઝાડીમાંથી આવેલા એક વિશાળકાય અજગરે ભરડો લીધો. અને જોત જોતામાં તો તે બકરાના રામ રમી ગયા. એટલું જ નહીં ભરવાડ જયમલભાઇ રબારીએ પોતાના બકરાને બચાવવા ધરખમ પ્રયાસો પણ કર્યા. જે બાદ લોકો આવી ચડતા અજગર શિકાર મૂકી ઝાડીમાં ભરાઇ ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X