ક્રોંગ્રેસના ધારાસભ્યએ અનામત આંદોલનને આપ્યો ટેકો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ક્રોંગ્રેસના ધારાસભ્યએ અનામત આંદોલનને આપ્યો ટેકો

ક્રોંગ્રેસના ધારાસભ્યએ અનામત આંદોલનને આપ્યો ટેકો

અમદાવાદમાં પાટીદારોના આંદોલન વખતે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાજંલી આપવા ક્રોંગ્રેસના ધારાસભ્ય પ્રહલાદ પટેલે મહેસાણાના વિજાપુર ખાતે પ્રતિક ઉપવાસ કર્યા હતા. વળી તેમણે અનામત આંદોલનને પોતાનો સંપૂર્ણ ટેકો રજૂ કર્યો હતો. સાથે જ તેમણે આ મામલે રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી હતી. ત્યારે હાર્દિક પટેલની તેમની સભામાં હાજરી આપી આભાર વ્યક્ત કર્યો હતો.

હાર્દિક પટેલે વિજાપુર જઇ ઘારાસભ્યોના ઉપવાસ તોડાવ્યા

હાર્દિક પટેલે વિજાપુર જઇ ઘારાસભ્યોના ઉપવાસ તોડાવ્યા

વિજાપુરમાં ક્રોંગ્રેસના ઘારાસભ્ય પ્રહલાદ પટેલ અને ભાજપના ધારાસભ્ય નારણ પટેલ સમેત પી.આઇ.પટેલ અનામત આંદોલન મામલે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ત્યારે મંગળવારે સાંજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલે ત્યાં પહોંચી લીબું પાણી પીવડાવી તેમના ઉપવાસ તોડાવ્યા.

વિજાપુરમાં હાર્દિક પટેલ આવતા જ જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા

વિજાપુરમાં હાર્દિક પટેલ આવતા જ જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા

તો વિજાપુરમાં ધારાસભ્યાના પ્રતિક ઉપવાસ તોડાવા પહોંચેલા લાલજી પટેલ અને હાર્દિક પટેલને મંચ પર જોઇને લોકો જય સરદારના નારા લગાવવા લાગ્યા. વળી મોટી સંખ્યામાં લોકો પણ હાર્દિકને જોવા તૂટી પડ્યા.

ચીની પ્રાંતના ગર્વનર શ્રીયુ ઝૂએ આનંદીબેન સાથે મુલાકાત કરી

ચીની પ્રાંતના ગર્વનર શ્રીયુ ઝૂએ આનંદીબેન સાથે મુલાકાત કરી

મંગળવારે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન ચીનના ગુઆંગડોંગ પ્રોવિન્સના ગવર્નર શ્રીયુ ઝૂ શીઆઓડાને મળ્યા. આ પ્રસંગે ગુજરાત અને ગુઆંગડોગ સાથે થયેલા કરારો પર ચર્ચા થઇ અને એમઓયુના અમલ મામલે પણ વાત કરવામાં આવી.

USમાં વિરોધનો મુદ્દો આનંદીબેને બેઠક દરમિયાન ઉઠાવ્યો

USમાં વિરોધનો મુદ્દો આનંદીબેને બેઠક દરમિયાન ઉઠાવ્યો

સોમવારે જ્યારે રાજ્ય સરકાર અને પાટીદાર સમાજ વચ્ચે બેઠક થઇ ત્યારે યુએસમાં મોદીની મુલાકાત વખતે અને યુએનમાં પટેલોની રેલી મામલે પણ ચર્ચા થઇ હતી. જેમાં સરકારે વિદેશમાં ગુજરાત અને ભારતનું નામ ન ડૂબાવવાની વાત પાટીદાર સમાજ આગળ મૂકી હતી.

ગુજરાતના 56 પીએસઆઇ અને 47 પીઆઇની ટ્રાન્સફર કરાઇ

ગુજરાતના 56 પીએસઆઇ અને 47 પીઆઇની ટ્રાન્સફર કરાઇ

ગુજરાતમાં ગુજરાત પોલિસના 56 પીએસઆઇ અને 47 પીઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં ભરૂચ, અમદાવાદ. વડોદરા અને રાજકોટના પદાધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદ પોલિસે, બે લૂંટેરાઓને રૂપિયા 37,000 મુદ્દામાલ સાથે ઝડપ્યા

અમદાવાદ પોલિસે, બે લૂંટેરાઓને રૂપિયા 37,000 મુદ્દામાલ સાથે ઝડપ્યા

નેશનલ હાઇ પર તીક્ષ્ણ હથિયાર બતાવી ટ્રક ડ્રાઇવર અને મુસાફરોને લૂંટતા બે લૂંટારોઓને અમદાવાદ પોલિસે પકડી પાડ્યા છે. સાથે જ તેમની પાસેથી 37,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરામાં આજે પાટીદારો ઉપાડશે બેંકમાંથી થાપણો

વડોદરામાં આજે પાટીદારો ઉપાડશે બેંકમાંથી થાપણો

વડોદરાના પાટીદારોના તેમના આર્થિક અસહકાર આંદોલન હેઠળ આજે બેકમાંથી પોતાની થાપણો ઉપાડશે. નોંધનીય છે કે આ રીતે લગભગ 1 કરોડ રૂપિયા ઉપાડવાનું પ્લાનિંગ પાટીદારોએ કરી રાખ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X