હાર્દિક પટેલની દાંડી યાત્રા પહેલા દાંડી ફેરવાયું પોલિસ છાવણી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલની દાંડી યાત્રા પહેલા દાંડી ફેરવાયું પોલિસ છાવણીમાં

હાર્દિક પટેલની દાંડી યાત્રા પહેલા દાંડી ફેરવાયું પોલિસ છાવણીમાં

નવસારીના દાંડીરોડ પર પાટીદાર અને કોળી સમાજની ઐતિહાસિક દાંડી યાત્રા 13 સપ્ટેમ્બરના રોઝ યોજાવાની છે જે પહેલા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલિસે આ વિસ્તારને પોલિસ છાવણીમાં ફેરવી દીધો છે.

આનંદીબેને ટ્યૂશન કરતા શિક્ષકો પર કરી લાલ આંખ

આનંદીબેને ટ્યૂશન કરતા શિક્ષકો પર કરી લાલ આંખ

શિક્ષક દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ રાજ્યમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાનગી ટ્યૂશન કરતા શિક્ષકોને કડક શબ્દોમાં ટીકા કરી હતી અને ચીમકી આપી હતી કે જો કોઇ શિક્ષક જો ટ્યૂશન કરતા ઝડપાશે તો તે તેમને કચરો વાળવાની સજા આપશે. વધુમાં આનંદીબેન કહ્યું કે રાજ્યમાં ખાનગી ટ્યૂશન એક ગંભીર સામાજિક દૂષણ બની ગયું છે.

સુરતમાં ચાલતા હુક્કાબારનો થયો પરદાર્ફાશ

સુરતમાં ચાલતા હુક્કાબારનો થયો પરદાર્ફાશ

સુરતના કારગીલ ચોક વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં પોલિસે રેડ પાડી ત્યાં ચાલી રહેલા હુક્કાબારનો પરદાર્ફાશ કર્યો છે. વધુમાં અહીં ડ્રગ્સ પણ વેચાઇ રહ્યું હોવાની બાતમી મળી છે. જે પર હાલ પોલિસ કાર્યવાહી કરી રહી છે.

સાબરકાંઠાની નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવકોનું ડૂબીને થયું મોત

સાબરકાંઠાની નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવકોનું ડૂબીને થયું મોત

સાબરકાંઠાના કટ્ટી મંદિર પાસે ગાંધીનગરથી ફરવા માટે આવેલા પાંચ યુવકો નદીમાં નાહવા પડ્યા હતાય પણ તેમાંથી ત્રણ યુવકોની ડૂબી જતા તેમની લાશને 9 કલાકની જહેમત બાદ બહાર નીકાળવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટથી દાણચોરીનું સોનું પકડાયું

અમદાવાદ એરપોર્ટથી દાણચોરીનું સોનું પકડાયું

અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરેલું લગભગ 444 ગ્રામ સોનું જેની કિંમત લગભગ 12-13 લાખ રૂપિયા હશે તેને કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. દુબઇથી ગાઝિયાબાદ જઇ રહેલા એક ઇસમ જોડેથી કસ્ટમ વિભાગે આ સોનું ઝડપ્યું છે.

જુગાર રમતો યુવક પોલિસની બીકે પડ્યો કૂવામાં થયું મોત

જુગાર રમતો યુવક પોલિસની બીકે પડ્યો કૂવામાં થયું મોત

વલસાડમાં જન્માષ્ટમી પર્વે કેટલાક લોકો તીથલગામ ખાતે બંધ બારણે જુગાર રમી રહ્યા હતા. જેમાં પોલિસની રેડ પણ તેવી અફવા ઉડવાથી ગામમાં નાસભાગ થઇ જેમાં એક યુવક કૂવામાં પડતા તેનું મોત થયું છે.

ઇરમાના વિદ્યાર્થીઓને પોલિસે દારૂની પાર્ટી મનાવતા રંગે હાથ પકડ્યા

ઇરમાના વિદ્યાર્થીઓને પોલિસે દારૂની પાર્ટી મનાવતા રંગે હાથ પકડ્યા

આણંદના ઇન્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટના માસ્ટર્સના ત્રણ વિદ્યાર્થીઓ સહિત 14 વિદ્યાર્થીઓને પોલિસે હોસ્ટલમાં દારૂની પાર્ટી મનાવતા રંગે હાથે પકડ્યા. તેમની પાસેથી બે ખાલી બોટલ અને ગ્લાસ મળી આવ્યા. વધુમાં વિદ્યાર્થીઓ પીધેલી હાલતમાં હતા. જે પર પોલિસ હાલ કાર્યવાહી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X