ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

હાર્દિકની મુશ્કેલી વધી કેતન અને ચિરાગનો વધુ એક લેટર બોમ્બ

હાર્દિકની મુશ્કેલી વધી કેતન અને ચિરાગનો વધુ એક લેટર બોમ્બ

હાર્દિક પટેલ પર તેના જ ભૂતપૂર્વ સાથીદારો તેવા કેતન પટેલ અને ચિરાગ પટેલે પત્ર લખી આકારા પ્રહાર કર્યા છે. ચિરાગ અને કેતન હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે તે પાટીદાર સમાજ હાર્દિકની જાગીર નથી. વધુમાં તેણે વિવિધ પક્ષોને પણ ચેતવણી આપી છે કે હાર્દિક જેવા લોકો સાથે સમાજના સોદા ના કરે નહીં તો પરિણામ ભોગવવું પડશે. કેતન અને ચિરાગ હાર્દિક પર આર્થિક કૌભાંડ કર્યો હોવાનો પણ આક્ષેપ મૂક્યો છે.

બાલાસિનોરના યુવાનનું આફ્રિકામાં કાર અકસ્માતમાં મોત

બાલાસિનોરના યુવાનનું આફ્રિકામાં કાર અકસ્માતમાં મોત

બાલાસિનોરનો 28 વર્ષીય મર્હિષ દવે આફ્રીકામાં કાર સપ્લાયનો ત્રણ વર્ષથી સ્વતંત્ર વ્યવસાય કરતો હતો. ગઇકાલે તે ત્રણ મિત્રોને કારમાં બેસાડીને વ્યવસાયના સ્થળેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાર થાંભલાને અથડાઇ હતી. અકસ્માતમાં મર્હિષનું મોત નિપજ્યું હતું. મર્હિષ દવે ત્રણ વર્ષ અગાઉ દારે સલામમાં નોકરી માટે ગયો હતો. ત્યાં મર્હિષે કાર બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને ત્યાં જ ફિલિપાઈન્સની યુવતી સાથે લવમેરેજ કરી લીધા હતા. ગત રક્ષાબંધનના દિવસે તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. સીઝેરીયના ઓપરેશન બાદ પત્ની હજુ સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ચોમાસાની 23 સપ્ટેમ્બરથી સત્તાવાર વિદાય

ગુજરાતમાં ચોમાસાની 23 સપ્ટેમ્બરથી સત્તાવાર વિદાય

ગુજરાતમાં ચોમાસાની 23મી સપ્ટેમ્બરથી સત્તાવાર વિદાય થઇ શકે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 22.25 ઈંચ વરસાદ પડયો છે. જોકે સરેરાશની સરખામણીએ હજુ 29 ટકા વરસાદની ઓછો છે. ગુજરાતમાં આ વખતે ચોમાસાનું મોડું આગમન થયું હતું અને વરસાદ હજુ સરેરાશની નજીક પણ પહોંચી શક્યો નથી તે બાબત ચોક્કસ ચિંતાના વાદળો ઘેરા કરે છે. આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં માત્ર હળવા વરસાદની સંભાવના છે. અગામી દિવસમાં કરીને સુરત, વલસાડ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવા વરસાદની પૂરી સંભાવના છે.

સુરત જિલ્લાના વરેલી ગામે લઠ્ઠાકાંડની શંકા

સુરત જિલ્લાના વરેલી ગામે લઠ્ઠાકાંડની શંકા

લઠ્ઠાકાંડની આશંકા સાથે સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં વધુ બે શખ્સોના શંકાસ્પદ મોત થયા છે. એક સપ્તાહમાં છ લોકોનાં શંકાસ્પદ મોત થયાં છે. દેશી દારૂ પીધા બાદ તેમના મોત થયાની આશંકા છે. જોકે ભેદી મોતની જાણ થતા મામલતદારે ગામની મુલાકાત લીધી હતી. વધુમાં ગત મોડી રાત્રે મૃત્યુ પામેલા ચાર ઈસમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

અમરેલીમાં 3 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમરેલીમાં 3 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમરેલી સાવરકુંડલાના થોરડી નજીક ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકી સાથે ત્રણ વાહનોની ટક્કર થતા રાજુલા અમરેલી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. જેથી વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X