અમદાવાદઃ એસ્કોર્ટ સર્વિસની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

આ અંગે જાણવા મળ્યા અનુસાર, આ હોટલના માલિક તેજપાલસિંહ ગુરુદત્ત છે અને તેમનો પુત્ર પણ બે મહિના પહેલા આ પ્રકારના જ એક રેકેટમાં પકડાયો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું રેકેટ ચાલતી હોવાની બાતમી મળી હતી, જેને લઇને ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલ દ્વારા એક બનાવટી ગ્રાહકને મોકલ્યો હતો, બાદમાં આ રેકેટનો પર્દાફાશ થયો હતો.
પકડાયેલી ત્રણેય યુવતીઓના ભાવ દલાલ દ્વારા 35 હજાર, 15 હજાર અને 12 હજાર બોલવામાં આવ્યા હતા. જેમાંથી 50 ટકા યુવતીઓને અને 50 ટકા એસ્કોર્ટ કંપનીને મળે છે. જેમાંથી દલાલને 5થી 10 ટકા આપવામાં આવે છે.
આ અંગે મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસસીપી કાનન દેસાઇએ ડીએનએને જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આઇપી એડ્રેસ થકી ગુજરાતમાં આ પ્રકારનું નેટવર્ક કોણ કોણ ચલાવી રહ્યું છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
