જમીન કૌભાંડમાં મોદી સરકારને ક્લિનચીટ આપતું શાહ કમિશન

પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું છે કે, જસ્ટિસ એમ.બી. શાહ દ્વારા જે અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જમીન વહેંચણીમાં કોઇ ગરરીતિ કરવામાં નહીં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે. " આ કમિશન દ્વારા જે વચગાળાનો અહેવાલ આપવામાં આવ્યો છે, તેમાં એ વાત જાણવા મળી છે કે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પદ્ધતિ પ્રમાણે જમીન વહેંચણી કરવામાં આવી છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી." તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 2011માં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર દ્વારા અમુક નજીકના ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની વહેંચણી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. જેના જવાબમાં સરકાર દ્વારા એક વ્યક્તિની તપાસ કમિટીની રચના કરી હતી.
કોંગ્રેસ દ્વારા મોદી સરકારે ટાટા કંપનીને નેનો પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જે જમીન આપી છે તેની સામે પ્રશ્નો ખડા કર્યાં હતા. શાહ કમિશન દ્વારા આ નેનો પ્રોજેક્ટ સહિત અન્ય આઠ જમીન વહેંચણીમાં પણ મોદી સરકારને ક્લિનચીટ આપી છે.












Click it and Unblock the Notifications
