રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાજપના નેતાઓને જોડાવા કોંગ્રેસનું આહ્વાહન
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાજપના નેતાઓને જોડાવા કોંગ્રેસનું આહ્વાહન
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે નર્મદા યોજનાને લઇને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નર્મદા યોજના એ જીવાદોરી છે. નર્મદા મુદ્દે કોંગ્રેસે કદાપી રાજકારણ નથી કર્યું. કોંગ્રેસ સરકારમાં હું નર્મદા વિભાગનો મંત્રી હતો. બારેમાસ વહેતી નર્મદા નદીના ધસધસતા પ્રવાહ વચ્ચે ૧૮ મીટર ઉંડો પાયાનું નિર્માણ કાર્ય કરવું એ ખુબ જ પડકાર રૂપ કામ હતું. આવા ધસધસતા પ્રવાહ વચ્ચે ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું અને સ્વીઝગેટ લગાવવા માટે બોમ્બે હાઈમાથી મરજીવા પણ લાવવામાં આવ્યાં હતાં અને બે મરજીવા પણ શહિદ પણ થયા.

મેઘા પાટકર, બાબા આમટે અને મધ્યપ્રદેશની ભાજપ સરકારના સતત વિરોધ વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના સ્ટે ઉઠાવીને નર્મદા યોજનાના પુનઃવસનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ગુજરાતની કેનાલોનું ૧૦૦ ટકા માટીકામ અને ૮૫ ટકા કોંક્રીટનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. પરંતુ જે પ્રમાણે ભાજપ નર્મદા યોજનાનો ખોટો શ્રેય લઈ રહ્યું છે એ રીતે કદી કોંગ્રેસ રાજનીતિ નથી કરતું. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ નર્મદા યોજનાને લગતો કોઈપણ કાર્યક્રમ હોય તો વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવતીં હતીં અને હેલીકોપ્ટરમાં બેસાડીને લઈ જતા. કોંગ્રેસ કહે છે કે નર્મદા યોજના એ ગુજરાતની જનતાના અથાગ પરિશ્રમ અને સમર્પણનું પ્રતિક છે.
મેઘા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાય એ કોઈ મુદ્દો બને ખરો ? રાહુલ ગાંધી કોઈપણ રાજકારણ વિના “દલ કે હિત કે ઉપર દેશ કા હિત” ના સંકલ્પ સાથે કોઈપણ રાજકારણ વિના નાત, જાત, ધર્મ જોયા વિના ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને લાખો લોકો જોડાઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય તે માટે શક્તિસિંહ ગોહીલે આહ્વાહન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
