શરદ પવાર બની શકે છે યુપીએ મોરચામાંથી રાષ્ટ્રપતિના ઉમેદવાર !!

દેશને આવતા મહિને નવા રાષ્ટ્રપતિ મળી જશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખો પણ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે.

દેશને આવતા મહિને નવા રાષ્ટ્રપતિ મળી જશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખો પણ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. ત્યારે, હવે એનડીએ અને યુપીએ સિવાય થર્ડ ફ્રન્ટને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસમાં મુખ્ય રાજકીય પક્ષો લાગી ગયા છે. સત્તાધારી એનડીએ સર્વ સ્વિકૃત ઉમેદવાર મુકવાની વેતરણમાં છે અને તેના માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રયાસ કરી રહ્યા છે. તો. વિપક્ષ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા અન્ય પક્ષના નેતાઓને મનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે, એનસીપીના શરદ પવાર વિપક્ષની પસંદ થઇ શકે છે.

sharad pawar

હાલમાં એનડીએ પાસે પુરતું સંખ્યાબળ ન હોવાના કારણે એનડીએને રાષ્ટ્રપતિના ઉમેદવારને જીતાડવા માટે થર્ડ ફ્રન્ટ પર આધાર રાખવાની નોબત આવી છે. જો, તમામ વિપક્ષી દળો મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શરદ પવારના નામ પર પસંદગી ઉતારે તો એનડીએને મોટો ફટકો આપી શકે છે.

સોનિયા ગાંધીએ પણ આ અંગે મમતા બેનરજી સાથે ચર્ચા કરી છે. તો, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ શરદ પવારના મળ્યા હતા અને આ મુદ્દે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. જો, વિપક્ષી દળોમાંથી તેલાંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ), બીજુ જનતા દળ (બીજેડી) સહિતના કેટલાક પક્ષો એકમત થાય અને વિપક્ષના ઉમેદવારને સમર્થન આપે તો એનડીએ મોરચાનો ઉમેદવાર જીતવા સક્ષમ થઇ શકે તેમ નથી.

આ રીતે, હાલમાં વિપક્ષી મોરચો એકમત થઇને સ્વકૃત ચહેરો ઉતારવા માટે પ્રયાસ કરી રહ્યો છે. જો, વિપક્ષી એકજૂટતા સર્જાય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X