For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામસાહેબ શ્રી શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

જામનગરના જામ શત્રુશૈલ્યજીસિંહએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા પોસ્ટલ બેલેટ પેપરના માધ્યથી મતદાન કર્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

જામનગરના જામ શત્રુશૈલ્યજીસિંહએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા પોસ્ટલ બેલેટ પેપરના માધ્યથી મતદાન કર્યુ હતુ.

ELECTION

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, લોકશાહીમાં મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નગારીકોને અચુક મતાધિકારનો ઉપોયગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

ત્યારે આજરોજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી શ્રી ડી.ડી. શાહ સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

English summary
Shatrusailyasingh of Jamnagar voted by postal ballot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X