For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની નદીઓ પર હવે ચાલશે જહાજ, ટ્રાન્સપોર્ટ માટે કરાશે ઉપયોગ

ગુજરાતની નદીઓમાં હવે હોવરક્રાફ્ટ અને જહાજ પણ ચાલશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતની નદીઓમાં હવે હોવરક્રાફ્ટ અને જહાજ પણ ચાલશે. અહીં 12 મહિના વહેતી નદીઓ રસ્તાની જેમ કામમાં લેવામાં આવશે. ઉદાહરણ તરીકે આ યોજનામાં સૌથી મહત્વની ભૂમિકા નર્મદા કેનાલ નિભાવશે જે દુનિયાની સૌથી લાંબી પાક્કી નહેર છે અને હાલમાં તેમાં એટલુ પાણી છે કે આખુ વર્ષ અમદાવાદની તરસ છિપાઈ શકે છે.

ships

નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજ ચલાવવાથી લોકોની મુસાફરીનો સમય બચશે એટલુ જ નહિ પરંતુ નાના જહાજોની મદદથી માલવાહક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે. અધિકારી તો એમ પણ માની રહ્યા છે કે ગુજરાતમાં નદીઓનો હવે રસ્તાની જેમ ઉપયોગ કરી શકાશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના નિર્દેશ પર સી-પ્લેન પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. તારીખ 31 ઓક્ટોબર જાહેર કરવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે ઉદ્ઘાટનના પ્રસંગ પહેલા સી-પ્લેન સાબરમત નદીથી કેવડિયા ડેમ સુધીની સફર કાપશે. આ રીતે અન્ય ચારે નદીઓમાં પણ સી-પ્લેનનુ સંચાલન શરૂ કરવામાં આવશે.

પંજાબમાં ખેડૂતોની રેલીમાં જોડાઈ શકે છે રાહુલ ગાંધીપંજાબમાં ખેડૂતોની રેલીમાં જોડાઈ શકે છે રાહુલ ગાંધી

English summary
Ships will also have run in the Gujarat rivers, know the plan of central and state govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X