સુરતઃ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નામે મીંડું
સુરતઃ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નામે મીંડું
સુરતઃ શુક્રવારે સુરતના થરસાણામાં આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલ ગોઝારી આગે 21 લોકોના જીવ ભરખી લીધા. 20 લોકોના મોત આગને કારણે થયાં જ્યારે એક વિદ્યાર્થીનું મોત બીજા માળેથી કુદવાના કારણે થયું. પોતાનો જીવ બચાવવા માટે બીજા માળે આવેલ ટ્યૂશન કાલ્સિસના વિદ્યાર્થીઓ બીજા માળેથી જ નીચે કૂદી ગયા હતા. આ મામલે કેટલીક બેદરકારી સામે આવી છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
સરકારે ઘટાની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. શોર્ટ સર્કિટને કારણે આગ પ્રસરી હતી જે ધીરે-ધીરે ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અહીં એક કોચિંગ ક્લાસ ચાલુ હતો જેમાં 50 જેટલા બાળકો અને શિક્ષક હાજર હતા.

સેફ્ટીના નામે મીંડું
સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નામની કોઈ ચીજ જ નહોતી. આગ લાગવાની સ્થિતિમાં બિલ્ડિંગમાંથી નીકળવા માટે બીજો કોઈ રસ્તો પણ નહોતો. આ કારણે જ જે લોકો બિલ્ડિંગમાં જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા અને પોતપોતાનો જીવ બચાવવા માટે લોકોએ બિલ્ડિંગ પરથી કૂદવાનો અંતિમ રસ્તો અપનાવ્યો હતો.

ઘાયલોનો ઈલાજ થઈ રહ્યો છે
તક્ષશિલા કોમ્પ્લેક્ષ નામની આ બિલ્ડિંગમાં દુકાનો અને કોચિંગ સેન્ટર્સ છે. સત્તાવાર સૂત્રો મુજબ કેટલાક વિદ્યાર્થીઓનું મોત આગમાં ગુંગળાઈને તો કેટલાકનું મોત ઘભરાઈને બિલ્ડિંગ પરથી કૂદવાના કારણે થયું. મેડિકલ ઈમરજન્સીથી નિપટવા માટે નવી દિલ્હી સ્થિત એમ્સના બર્ન એન્ડ ટ્રોમા સેન્ટરના ડૉક્ટરોની ટીમ બોલાવવામાં આવી છે. કેટલાય બાળકોને બચાવીને હોસ્પિટલે ઈલાજ માટે પહોંચાડવામાં આવ્યાં છે.

મૃતકોને 4-4 લાખની ઘોષણા
સીએમ વીજય રૂપાણીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર મૃતક બાળકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપશે. ઘાયલ બાળકોનો ઉચિત અને તેજ ઈલાજ કરવામાં આવશે. ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યાલયે નિવેદન આપી કહ્યું છે કે સીએમ વિજય રૂપાણીએ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.












Click it and Unblock the Notifications
