મોદી પાસે હવે કોઈ મુદ્દો નથી:સિદ્ધાર્થ પટેલ

વડોદરામાં આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મોદીનો અસલી ચહેરો સામે આવી ગયો છે. મોદી પાસે ગુજરાતના લોકોને આકર્ષવા માટે કોઈ મુદ્દો નથી એટલે મોદીએ હિંદુ-મુસ્લિમની રાજનીતી શરુ કરી દીધી છે.
તેમણે જણાવ્યું કે અહેમદભાઈ પટેલને મુખ્યમંત્રી બનવામાં કોઈ રસ નથી. અહેમદભાઈનું સ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ઉપર છે. એમને જો મુખ્યમંત્રી બનવાની ઈચ્છા હોત તો તેમણે પહેલા જ પોતાનું નામ પ્રોજેક્ટ કરી દીધુ હોત.












Click it and Unblock the Notifications
