નવનીત બાધલિયા કેસમાં મોટો વણાંક, જયરાજ આહીરને જેલ હવાલે કરાયો
બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મોટી સફળતા મળી છે. SIT દ્વારા આ હાઈપ્રોફાઈલ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ બાદ જયરાજ આહીરને આજે મહુવા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ ગંભીર કેસને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
SITની તપાસ દરમિયાન મોબાઈલ કોલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદનો જેવા મજબૂત પુરાવાઓ હાથ લાગ્યા છે. ગઈકાલે હાથ ધરવામાં આવેલી લાંબી પૂછપરછ બાદ જયરાજની સંડોવણી સ્પષ્ટ જણાતા કાયદેસરની કાર્યવાહી કરી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ ચકચારી હુમલાના કેસમાં પોલીસ અત્યાર સુધીમાં કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ હવે આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.












Click it and Unblock the Notifications
